સ્વાગત છે આપ સૌનું. લઘુકથા , બાળવાર્તા , નવલિકા , લઘુનવલકથા , ગીત - ગઝલ , નાટક વગેરે ક્ષેત્રે ખેડાણ કર્યુ છે પરંતું કન્યાશાળા, ઠાસરામાં પ્રિન્સિપાલ હોવાના નાતે મારે નાના નાના ભૂલકાઓ સાથે આત્મિયતા હોય એ સ્વાભાવિક છે. એ જ કારણે બાળસાહિત્ય સર્જન તરફ મને વધુ લગાવ છે. મને મારા બાળવાર્તા સંગ્રહ સાચકલો મોર, કક્કાની કમાલ વાર્તાની ધમાલ માટે તથા બાળનાટક દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફ્થી શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક એનાયત કરવામાંં આવેલ છે.