રોબોટ્સ એટેક 23

(13)
  • 2.2k
  • 2
  • 733

હવે આ પરિસ્થિતિથી નિપટવા માટે શુ કરવુ તે વિશે જ તે વિચારી રહ્યો હતો.ત્યાં જ તેને જોયુ કે દુશ્મન છાવણીમાં અચાનક હલચલ શરુ થઇ ગઇ.તેઓ એક વર્તુળ બનાવીને એક ટેંટનો ઘેરો બનાવવા લાગ્યા.એક વર્તુળ પુરુ થતાં જ તેની ફરતે બીજુ વર્તુળ થવા લાગ્યુ.એમને એમ એક પછી એક બીજુ વર્તુળ થતુ જ ગયુ.શાકાલ આ બધુ ધ્યાનથી જોઇ રહ્યો હતો.તેને એ આઇડિયા તો આવી ચુક્યો હતો કે તેની વચ્ચે કોણ છે.હવે તેના માટે ડૉ.વિષ્નુ સુધી પહોંચવુ ખુબ જ મુશ્કેલ થઇ ગયુ હતુ.તે કોઇ એક્શન લે તે પહેલા જ દુશ્મન સેનાએ તેમની ચાલ ચાલી દીધી હતી.