પ્રસન્નતા

(17)
  • 3.4k
  • 1
  • 667

લેખકે લેખન કરવાની સાથે સાથે સંસારની ફરજો પણ નિભાવવાની હોય છે. આથી એણે કલ્પના અને વાસ્તવિકતા વચ્ચે સમતુલા જાળવવાની અઘરી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. ગમતું કામ પડતું મૂકીને ન ગમતું કામ પણ એણે હાથ પર લેવું પડે છે. આવા સમયે પણ એના મનમાં સર્જનને લગતી મથામણ ચાલ્યા જ કરતી હોય છે. વળી, વાસ્તવિક દુનિયા એને પીડા પણ આપતી હોય છે. આ વાર્તાનો નાયક કેશવ ભટ્ટ એક વખત આવી જ કશી પરિસ્થિતિમાંથી પસાર થાય છે. અંતે શું થાય છે એ જાણવા માટે આ નવલિકા વાંચવા આગ્રહ છે. વાચકોને એક લેખકની મનોદશાનો પરિચય કરાવવાનો આ પ્રયાસ છે. ઘણા વાચકોએ નોંધ લીધી છે કે, મારી દરેક નવલિકા નવા નવા વિષય અને રજૂઆત પર આધારિત હોય છે. મારા માટે આ આનંદની વાત છે. -યશવંત ઠક્કર