વિષ વેરણી ભાગ ૭

(44)
  • 5.1k
  • 2
  • 1.8k

“જો ભાઈ મુમતાઝ ને એકટીવા લેવું છે ને એ પણ નવું, મારી પાસે પૈસા નથી, અને તું કઈ કામધંધો તો કરતો નથી, આમ ને આમ કેમચાલશે અને આ તારી મહારાણી ને એકટીવા મારે લઇ આપવાનું ” મુમતાઝ બહાર આવી ને કહ્યું, “સલીમભાઈ તમે કહ્યું હતું કે તમે લઇ આપસો “ “મુમતાઝ, હું અત્યારે અસલમ થી વાત કરી રહ્યો છું,વચ્ચે નહી બોલવાનું ” “કેમ હું કેમ ના બોલું મારો કોઈ અધિકાર નથી ” મુમતાઝ એ કહ્યું, અમી અને રૂકસાના કિચન માં થી બહાર આવી ગયા, અમી કૈંક બોલવા જતા હતા, મેં હાથ ઉંચો કરી તેમને ઇસાર થી ચુપ રહેવા કહ્યું, “મુમતાઝ તું અંદર જતી રે,” અસલમ એ ગુસ્સા માં મુમતા ને કહ્યું., મુમતાઝ બહાર નીકળતા ધડ દઈ ને દરવાજો પછાડતા નીચે ઉતરી ગઈ, હવે મારો પારો ખુબ ચડી ગયો હતો મેં અસલમ ને કહ્યું, “આ શું છે વાતવાત માં આમ ગુસ્સો કરવો, આત્મહત્યા ની ધમકી, ઈમોશનલ બ્લેકમેલ કરવાના અને તું આમ તેમ આંટા ફેરા કરવા સિવાય કઈ કામ છે કે નહી ” અસલમ ચુપ હતો મારી વાત પર કોઈ પ્રતિક્રિયા નહોતો આપતો, મેં ફરી ને પૂછ્યું, “હવે શું કરવું છે તારે બોલ, કઇંક જવાબ તો આપ” “ભાઈ હું કાલ થી જ ક્યાંક નોકરી ગોતી લઉં છું,” “હા અને આ તારી મહારાણી ને સમજાવ, એકટીવા ની જીદ પકડી ને બેઠી છે” “હા ભાઈ, હું સમજાવું છું”