કર્મનો કાયદો ભાગ - 31

  • 4.4k
  • 1
  • 1.4k

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૩૧ પાવન કર્મ ગંગાસ્નાન કરી આવો, તીર્થયાત્રા કરી આવો, હજ કરી આવો, મંદિરે જઈ આવો કે કોઈના ચરણસ્પર્શ કરી લો એટલે પાવન - તેવી વાતો હવે આજના જમાનાને ગળે ઊતરે તેમ નથી, કારણ કે ગંગામાં નાહીને પણ લોકો પાપ કરે છે. ‘સો ચૂહે માર કે બિલ્લી હજ કો ચલી’ તે પણ બધા જાણે છે. મંદિરનો પૂજારી પણ જ્યાં અનેક લફરાંમાં ફસાઈને અપાવન છે ત્યાં મંદિર કોને પાવન કરશે ? અને જેમનાં ચરણો અનેક અપાવનમાં ફર્યા કરે છે તેવા લોકોના ચરણસ્પર્શથી કોણ પાવન થશે ? ઉનકી તારીખ ક્યા પૂછતે હો, ઉમ્ર સારી ગુનાહોં મેં ગુજરી ?