Karma no kaydo - 31 books and stories free download online pdf in Gujarati

કર્મનો કાયદો ભાગ - 31

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

૩૧

પાવન કર્મ

ગંગાસ્નાન કરી આવો, તીર્થયાત્રા કરી આવો, હજ કરી આવો, મંદિરે જઈ આવો કે કોઈના ચરણસ્પર્શ કરી લો એટલે પાવન - તેવી વાતો હવે આજના જમાનાને ગળે ઊતરે તેમ નથી, કારણ કે ગંગામાં નાહીને પણ લોકો પાપ કરે છે. ‘સો ચૂહે માર કે બિલ્લી હજ કો ચલી’ તે પણ બધા જાણે છે. મંદિરનો પૂજારી પણ જ્યાં અનેક લફરાંમાં ફસાઈને અપાવન છે ત્યાં મંદિર કોને પાવન કરશે ? અને જેમનાં ચરણો અનેક અપાવનમાં ફર્યા કરે છે તેવા લોકોના ચરણસ્પર્શથી કોણ પાવન થશે ?

ઉનકી તારીખ ક્યા પૂછતે હો, ઉમ્ર સારી ગુનાહોં મેં ગુજરી ?

પારસ બન રહે હૈ વો ઐસે જૈસે ગંગા નહાયે હુએ હૈ.

સસ્તી અને ઉધાર પવિત્રતાઓ હવે લાંબી ચાલી શકે તેમ નથી. કોઈ એવી પવિત્રતાને શોધવી પડશે, જેનું નિર્મળપણું અખંડ હોય, કારણ કે જે પોતે નિર્મળ હશે તે જ બીજાને નિર્મળ કરી શકશે. જે પાણીથી સ્નાન કરીને પવિત્ર થવાય તે પાણી નિર્મળ હોવું જોઈએ. બગડેલું તો વધારે બગાડે.

કપડાં ધોવાથી પવિત્ર થાય, વાસણ માંજવાથી પવિત્ર થાય, શરીર સ્નાન કરવાથી પવિત્ર થાય, સોનું આગમાં તપાવવાથી પવિત્ર થાય અને દુનિયા વહેતા પવનથી પવિત્ર થાય - ‘ઌઃ ભક્રૠક્રબ્જીૠક્ર’, જ્યારે મલિન થયેલું માણસનું અંતઃકરણ કર્મોથી પવિત્ર થાય. તે માટે શ્રીકૃષ્ણ કહે છે :

સ્ર્જ્ઞ્ક્રઘ્ક્રઌભઃ ઙ્ગેંૠક્રષ્ટ ઌ અસ્ર્ક્રરુસ્ર્ધ્ ઙ્ગેંક્રસ્ર્ષ્ટૠક્રશ્વ ભભૅ ત્ન

સ્ર્જ્ઞ્ક્રક્રશ્વ ઘ્ક્રઌધ્ ભહ્મ ક્રઌક્રબ્ઌ ૠક્રઌટ્ટબ્દ્ય્ક્રક્રૠક્રૅ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૧૮-૫

યજ્ઞ, દાન અને તપ એ ત્રણ એવાં કર્મો છે, જે માણસને સતત પવિત્ર કરતાં રહે છે. જાણ્યે-અજાણ્યે અપવિત્રતાઓની ઊડતી ધૂળથી ખરડાતો માણસ આ ત્રણ કર્મો કરીને પવિત્ર બને છે. રસ્તે ચાલતાં કે વાહન ઉપર જતાં પણ હજારો કીડા-મકોડા જેવા જીવો માણસના હાથે મરતા રહે છે. નાહતાં-ધોતાં, ખાતાં-પીતાં, સૂતાં-બેસતાં પણ સૂક્ષ્મ જીવો માણસના હાથે મરતા રહે છે. કર્મમાત્રમાં કોઈ ને કોઈ દોષ તો રહે જ છે. પ્રકૃતિની રચના જ એવી છે. કદાચ માણસને યોગ્યપણે કર્મમય રાખવા જ પ્રકૃતિએ આ રચના કરી છે. કર્મના દોષથી ગભરાઈને કર્મો છોડી દેવાને બદલે મનુષ્યને પાવન બનાવતાં યજ્ઞ, દાન અને તપ જેવાં કર્મો સતત કરતા રહેવું જોઈએ તેવો શ્રીકૃષ્ણનો મત છે.

યજ્ઞકર્મ :

‘ભગવદ્‌ગીતા’ની દૃષ્ટિએ યજ્ઞની વ્યાખ્યા ખૂબ વિરાટ છે. સામાન્ય રીતે યજ્ઞ એટલે જેમાં ઈંટો, પથ્થર, ગાર-માટી વગેરેની યજ્ઞકુંડી બનાવીને, તેમાં વિવિધ કાષ્ઠોનો અગ્નિ પ્રગટાવીને જવ, તલ, ઘી વગેરે જેવાં દ્રવ્ય હોમાતાં હોય, તેને સામાન્યતઃ લોકો યજ્ઞ તરીકે ઓળખે છે, પરંતુ ‘ભગવદ્‌ગીતા’એ યજ્ઞોની અલગ ઓળખ આપી છે :

ઘ્ત્પ્સ્ર્સ્ર્જ્ઞ્ક્રક્રજીભક્રશ્વસ્ર્જ્ઞ્ક્રક્ર સ્ર્ક્રશ્વટક્રસ્ર્જ્ઞ્ક્રક્રજીભબક્રથ્શ્વ ત્ન

જીક્રર્સ્ર્ક્રિસ્ર્જ્ઞ્ક્રક્રઌસ્ર્જ્ઞ્ક્રક્ર સ્ર્ભસ્ર્ઃ ગધ્બ્ઽક્રભત્ભક્રઃ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૪-૨૮

સ્વાધ્યાયયજ્ઞ, તપોયજ્ઞ, જ્ઞાનયજ્ઞ, દ્રવ્યયજ્ઞ, કર્મયજ્ઞ વગેરે જેવાં નામોથી યજ્ઞની ઓળખ અપાઈ છે. યજ્ઞકુંડ બનાવીને તેમાં પ્રગટાવેલા કાષ્ઠાગ્નિમાં જવ, તલ, ઘી વગેરે જેવાં દ્રવ્ય હોમવારૂપ યજ્ઞ તો સાચા યજ્ઞોનું એક પ્રતીક - સિમ્બોલ-માત્ર છે. પરંતુ આજે પ્રતીકો પકડાઈ રહ્યાં છે અને તેની અસલિયત જતી રહી છે. ધાન્યનાં ફોતરાં હાથમાં રહી ગયાં છે અને ધાન્ય ગાયબ છે. આજે જે યજ્ઞો થઈ રહ્યા છે તે વાતાવરણમાં ધુમાડો કરવા સિવાયનું બીજું કોઈ કામ કરતા નથી. કદાચ પવિત્ર ધુમાડો કહો, પણ ધુમાડાથી વધારે હોય તેવું ક્યાંય પ્રતીત થતું નથી.

યજ્ઞનું ખરું સ્વરૂપ ઓળખવા માટે ‘ભગવદ્‌ગીતા’ સમજવી જરૂરી છે, જ્યાં શ્રીકૃષ્ણે વિવિધ યજ્ઞોની વિસ્તૃત સમજણ આપી છે, તેમ જ યજ્ઞનું સ્વરૂપ બતાવતાં શ્રીકૃષ્ણ અટકતા નથી. શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે : ‘ષ્ધ્ ખ્ક્રદ્યળ્બ્મક્ર સ્ર્જ્ઞ્ક્રક્ર બ્ભભક્રઌૅ ખ્ક્રત્ક્રક્રિદ્ય્ક્રક્રર્િંૠક્રળ્શ્વ ત્ન’ યજ્ઞો તો અસંખ્ય છે. સમય-સમયના વિભિન્ન યજ્ઞો છે, જેને યજ્ઞતત્ત્વના જાણનાર લોકો પાસેથી જાણતા રહેવું જોઈએ. ‘ૅદ્યધ્ બ્દ્ય ગષ્ટ સ્ર્જ્ઞ્ક્રક્રઌક્રધ્ ઼ક્રક્રશ્વદૃભક્ર ન ત઼્ક્રળ્થ્શ્વ ન’ કહી શ્રીકૃષ્ણ યજ્ઞના પ્રભુ અને ભોક્તા બંનેને પોતાનાં સ્વરૂપ જણાવે છે. જ્યાં સુધી પરમાત્મા જ યજ્ઞના ભોક્તા છે તેમ ન સમજાય ત્યાં સુધી કર્મો યજ્ઞ ન બની શકે.

‘શ્રીમદ્‌ ભાગવત’નો સુંદર પ્રસંગ છે. શ્રીકૃષ્ણ ગોવાળો સાથે વૃંદાવનમાં ગાયો ચરાવતા-ચરાવતા દૂર નીકળી જાય છે. યશોદાજીએ આપેલું ભાથું ખૂટી જાય છે અને ગોવાળોસહિત શ્રીકૃષ્ણ પણ ભૂખથી વ્યાકુળ થાય છે. વનમાં ફરતાં શ્રીકૃષ્ણ બ્રાહ્મણના આશ્રમ જુએ છે, જ્યાં બ્રાહ્મણો સ્વર્ગકામનાથી યજ્ઞ કરી રહ્યા હોય છે. શ્રીકૃષ્ણ ગોવાળોને કહે છે કે જાઓ અને બ્રાહ્મણો પાસેથી આપણા માટે થોડું ખાવાનું લઈ આવો. ગોવાળો બ્રાહ્મણોના આશ્રમ પર જઈ શ્રીકૃષ્ણના નામથી અન્નની માગણી કરે છે.

પરંતુ યજ્ઞના નામે ધુમાડો કરી રહેલા તે બ્રાહ્મણોના મનમાં તો સ્વર્ગની કામના ભરાયેલી હતી, તેથી તેઓ શ્રીકૃષ્ણમાં આત્મદર્શન કરી શકતા નથી. વળી આ શ્રીકૃષ્ણને આપણા રાજા કંસ સાથે વેર છે, જેથી તેને અન્ન આપીને મદદ ન કરવી જોઈએ તેવું પણ તેઓ વિચારે છે, પણ બ્રાહ્મણ પત્નીઓ શ્રીકૃષ્ણને સારી રીતે ઓળખી લે છે. આ એ જ શ્રીકૃષ્ણ છે જેઓ દરેકના હૃદયમાં રહીને યજ્ઞકર્મને ભોગવે છે, જેથી તે બ્રાહ્મણીઓ તેમના પતિઓની મનાઈ છતાં શ્રીકૃષ્ણને અન્નદાન આપે છે અને તે કર્મની પરમ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે બ્રાહ્મણોને પણ તેમની ભૂલ સમજાય છે કે યજ્ઞ તો ખરેખર શ્રીકૃષ્ણમાં જ થાય છે, વેદીના અગ્નિમાં નહીં. તે શ્રીકૃષ્ણ જ્યારે અને જ્યાં મોજૂદ હોય તેમને લક્ષમાં લઈને કરવામાં આવતું કર્મ જ યજ્ઞ બને છે.

પ્રત્યેક પરિસ્થિતિ વિવિધ યજ્ઞોનું નિર્માણ કરતી રહે છે. એક સમય હતો જ્યારે વિનોબા ભાવેએ જમીનવિહોણા ખેતમજૂરો માટે ભૂદાનયજ્ઞ ચલાવ્યો હતો. એક સમય હતો જ્યારે સૌરાષ્ટ્રમાં ભૂખે તડપતા લોકો માટે સંત શ્રી જલારામ બાપાએ વીરપુરમાં, વિસામણ બાપુએ પાળિયાદમાં, આપા ગીગાએ સતાધારમાં, દાનમહારાજે ચલાલામાં ભોજનયજ્ઞો શરૂ કરાવ્યા હતા. એક સમય હતો જ્યારે ભારતને આઝાદ કરવા માટે મુક્તિયજ્ઞમાં લાલા લાજપતરાય, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ જેવા અનેક વીરોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.

પરંતુ આજે તે સમય નથી. આજે યજ્ઞની પરિભાષા બદલી ચૂકી છે. તે સમય હતો જ્યારે માણસ હતો, પણ તેની પાસે કામ ન હતું. આજે કામ માટે માણસ મળતો નથી. આજનાં સદાવ્રતો આળસુ લોકોની આળસ પોષી રહ્યાં છે.

સમયે-સમયે યજ્ઞની પરિભાષા બદલતી જાય છે, તેથી જ શ્રીકૃષ્ણ ‘ષ્ધ્ ખ્ક્રદ્યળ્બ્બ્મ સ્ર્જ્ઞ્ક્રક્રઃ’ કહે છે. યજ્ઞો કર્મથી બનેલા છે. યજ્ઞોનું યોગ્ય સ્વરૂપ જાણીને જે યજ્ઞો કરતો રહે છે તે ‘સ્ર્જ્ઞ્ક્રબ્ઽક્રઝ્રક્રબ્ઽક્રઌઃ ગર્ભિંક્રશ્વ ૠક્રળ્હૃસ્ર્ર્ભિંશ્વ ગષ્ટબ્ઙ્ગેંબ્દખ્ક્રશ્વ’, અર્થાત્‌ સર્વ પાપોથી મુક્ત થઈને અમૃત પામે છે તેમ શ્રીકૃષ્ણ કહે છે.

દાનકર્મ :

દાન શબ્દ અતિ પવિત્ર છે. ‘ઘ્ક્રભપ્સ્ર્ધ્ શ્નબ્ભ ઌ ૠક્રૠક્ર’, અર્થાત્‌ જે અપાઈ રહ્યું છે તે મારું નથી. આવી ભાવના સાથે જે કાંઈ અપાય તે દાન છે. તુલસીદાસ અને રહીમ બે સમકાલીન સંતો થયા. બંને રામભક્ત હતા. રહીમ એક સારા કવિ હતા અને અકબરના દરબારમાં મંત્રી હતા. રહીમને એક આદત દરરોજ દાન આપવાની હતી. જ્યારે રહીમ દાન આપતા ત્યારે જેમજેમ હાથ ઊંચો કરે ત્યારે-ત્યારે તેમનાં નેત્રો નીચાં નમતાં જતાં. આ જોઈને તુલસીદાસે રહીમને પૂછ્યું : “તમે દાન આપો ત્યારે જેમજેમ હાથ ઉઠાવો તેમ નેત્ર નીચે કરીને શરમ કેમ અનુભવો છો ? કારણ શું છે ?” રહીમે બહુ સરસ જવાબ આપ્યો. રહીમે કહ્યું : “તુલસીજી ! દેવાવાળો તો કોઈ બીજો (ભગવાન) જ છે. જે મળ્યું છે તે એનું છે અને એની કૃપાથી જ મળ્યું છે. જ્યારે લોકોને એવો ભ્રમ થાય છે કે આ રહીમ આપે છે, તેથી શરમનાં માર્યાં મારાં નેત્ર નીચાં નમી જાય છે.” રહીમ કવિ હતા એટલે સુંદર પંક્તિઓમાં લખ્યું :

દેનહાર કોઈ ઔર હૈ ભેજત જો દિનરૈન,

લોગ ભરમ હમ પર કરે તાસો નીચો નૈન.

વૈદિક યજ્ઞોમાં જ્યારે આહુતિ અપાય ત્યારે ‘શ્નઘ્ૠક્રૅ સ્ર્જ્ઞ્ક્રશ્વ જીક્રદ્યક્ર શ્નઘ્ૠક્રૅ ઌ ૠક્રૠક્ર’ કહીને આહુતિ આપવામાં આવે છે. જે કાંઈ દેવાય તેમ છે તે મારું નથી તેવી ભાવનાના જન્મ પછી જે દેવાય તે દાન કહી શકાય. ‘રામાયણ’ કહે છે : ‘ગધ્બ્ભ ગખ્ક્ર થ્ઝક્રળ્બ્ભ ઙ્ગેંશ્વ ત્ત્ક્રદ્યળ્’, અર્થાત્‌ બધી સંપત્તિઓ ઈશ્વરની છે. આવી ભાવના ન થાય ત્યાં સુધી દેવામાં આવતું દાન એ દાન નથી.

દાન ઠોસ વસ્તુઓની લેતીદેતીનો વિષય નથી, દાન ભાવનાનો વિષય છે. જ્યાં દાનમાં યોગ્ય ભાવનાઓ ન રહે ત્યાં તે વેપાર છે. અન્નદાન, વસ્ત્રદાન, વિદ્યાદાન, કન્યાદાન, સુવર્ણદાન જેવા જૂના શબ્દોની સાથે દેહદાન, નેત્રદાન, રક્તદાન જેવા નવા શબ્દો પણ દાનની શ્રેણીમાં ઉમેરાયા છે, કારણ કે તેમાં પણ દાનની ઉત્તમ ભાવના છે, પરંતુ હજામને ત્યાં વાળ કપાવી આવેલો ન કહી શકે કે તે કેશદાન કરીને આવ્યો છે.

આપણે ત્યાં મંદિરની ગલ્લાપેટીઓમાં, ફંડફાળાની પહોંચમાં અને નામની જય બોલાવીને અપાતા દાનને જ દાન સમજવામાં આવે છે. મંદિરના દરવાજા પાછળ ભગવાનને કેદ કરીને તેમને ગલ્લાપેટીમાં દાન ઉઘરાવવાનું જાણે કામ સોંપ્યું હોય તે રીતે દાનની ઉઘરાણી થાય છે. કોઈ દાતાના ગળામાં હારતોરાના ગાળિયા નાખીને સ્ટેજ ઉપરથી તેની જય બોલાવીને દાન લેવામાં આવે છે. ક્યાંક આખ્યાનોમાં દસની નોટના દાનની પણ નામ સાથે જય બોલાવવામાં આવે છે. મંદિરો, ધર્મશાળાઓ, સદાવ્રતો, જેની આ દેશની હવે કોઈ જરૂર નથી તેમાં અપાતા દાનને જ દાન સમજનારો એક મોટો વર્ગ હજી બેઠો છે.

વીતેલા સમયમાં જે હતું તે પણ આજના સમયે દાન શું કહેવાય તે સમજવા માટે આપણે આજે બિલ ગેટ્‌સ, માર્ક ઝુકરબર્ગ, મિશેલ બ્લૂમબર્ગ, અઝીમ પ્રેમજી, અનિલ અગ્રવાલ, શિવ નાદર જેવી વ્યક્તિઓને સમજવી પડે તેમ છે. ‘ભગવદ્‌ગીતા’માં દાનકર્મ અંગે વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે તે સમજવું હાલના સમય માટે ખૂબ જ જરૂરી છે.

તપકર્મ :

શ્રીકૃષ્ણ ત્રણ પ્રકારનાં તપ બતાવે છે અને સાથે જ ત્રણ રીતે થતાં તપ બતાવે છે. તપકર્મને પણ પ્રકૃતિના સત્ત્વ, રજસ અને તમસ લાગુ પડે છે, તેથી ત્રણ પ્રકારનાં તપ છે અને શરીર, મન અને વાણી ત્રણ રીતે થતાં કર્મોને તે લાગુ પડે છે.

કોઈ અકારણ તડકે ઊભો રહીને તપેે, ધૂણો ધખાવીને તપે, પોતાની જાતને કાંટાઓ ઉપર સુવડાવી રાખે, એક પગે ઊભો રહે, ઉઘાડા પગે જ ચાલે, રોજ પોતાની જાતને કોરડા મારે, ઉપવાસ કર્યા કરે તેવી હકીકતોને તપ સમજવામાં આવતી હતી, પરંતુ કૃષ્ણના મતે તપ અલગ છે. પૂજ્ય વ્યક્તિઓ પ્રત્યેનો પૂજ્યભાવ જાળવવા અર્થે, પવિત્રતા, બ્રહ્મચર્ય અને અહિંસાના પાલન અર્થે શરીરથી જે કષ્ટ ઉઠાવવું પડે તે શરીરસંબંધી તપ છે. કોઈને ઉદ્વેગ ન થાય તે રીતે સત્ય અને પ્રિય વાક્યો બોલવાં, સ્વાધ્યાય અને અભ્યાસમાં અંતર અને વાણીને જોડવાં તે વાણીસંબંધી તપ છે, જ્યારે મનને મુસ્કાન સાથે હળવું રાખવું, મૌન અને આત્મનિગ્રહમાં જોડવું તે મનસંબંધી તપ છે.

જો આવું તપ કર્મફળની લાલસા રાખ્યા વગર થતું હોય તો તે સાત્ત્વિક અને પાવન કરનારું છે, પણ જો આવું તપ સત્કાર મેળવવા, વાહ-વાહ કરાવવા અને દંભ વધારવા થતું હોય તો તે રાજસિક છે અને જો કોઈને પીડા આપવા, મૂઢતાવશ કે કોઈને દુઃખ આપવાના ભાવથી થતું હોય તો તે તામસિક છે.

***

Share

NEW REALESED