દયાવાન હ્રદય

(43)
  • 4.4k
  • 4
  • 583

એક ચિંતાગ્રસ્ત સ્ત્રી રોડની બાજુમાં ઊભી રહી ઠંડીમાં ધ્રૂજતી હતી. એણે જૂનો કોટ પહેરેલો હતો. એની સાથે એક નાની પાતળી છોકરી હતી. જે દેખાવે સાવ બીમાર અને વાળ વગરના માથે ઊભી હતી. એણે એની માપ કરતાં પણ મોટો ડ્રેસ પહેરેલો હતો જે કદાચ કોઈએ એને દયાથી આપી દીધો હશે. એમને દેખતા એટલું તો સાફ દેખાઈ આવતું હતું કે એ બન્ને સાવ ગરીબ અને નિરાશ્રય હતા. એ છોકરીના હાથમાં એક કાર્ડબોર્ડ હતું જેના પર લખ્યું હતું: “હું કેન્સરની દર્દી છું. પ્લીઝ મદદ કરો.”