વિષ વેરણી ભાગ ૧૨

(40)
  • 3.9k
  • 1
  • 1.8k

લંચ ટાઈમ માં હું અને સમીરા ટીફીન ખોલી અને જમવા બેસતા હતા ટીફીન ખોલતા સમીરા એ કહ્યું,. “સલીમ હમણાં થોડીવાર પહેલા બેંગ્લોર થી અબુ નો ફોન આવ્યો હતો” “કેમ શું કહેતા હતા ” હજુ મેં પૂછ્યું જ હતું અને મારા ફોન ની રીંગ વાગી, તે સમીરા ના અબુનો જ ફોન હતો, મેં સમીરા ને ફોન નું ડિસ્પ્લે બતાવતા અને નાક્ પર આંગળી રાખતા ફોનુ ઉપાડ્યો. “હા અંકલ, કેમ છો ” “હું મજામાં બેટા, તારા અબુનો ફોન આવેલ સવારે કેમ નિકાહ માટે ઉતાવળ છે ” અંકલ એ હળવું હસતા હસતા પૂછ્યું, “ ના અંકલ એવું નથી .બ....સ. એ.....તો .એમ....જ ..” હું બોલવા જતો ને વચ્ચે જ અંકલ એ કહ્યું, “જો બેટા તારા અબુથી મારી સવારે વાત થઇ હું બે-ચાર દિવસમાં જ મારું કામ પતાવી ને આવું છું, સમીરા થી પણ હમણાં વાત થઈ, બેટા તમે બન્ને મળી ને તૈયારી કરો, આજે ૨૭ જુન છે ત્રણ ઓગસ્ટ ની તારીખ નાખી અને તમારી પસંદ ના ફોરમેટ માં ઇન્વીટેસન કાર્ડ છપાવવા આપી દો, અને હા કોઈ મદદ જોઈએ તો સમીરાની ફોઈ બાજુમા જ રહે છે,એમની પણ સલાહ લઇ લેજો,”