પ્રણય ભંગ - 10

(36)
  • 4.4k
  • 3
  • 1.9k

એના ગયા પછી એની પથારી નીચેથી બે ચબરખી મળી આવી. એકમાં લખ્યું હતું: સાચું કહું તો હું પ્રણયની બેરંગી દુનિયાથી હારી ગયો છું.બેધારી ખુલ્લી તલવાર જેવો છે આ પ્રેમ!અને આખરે હું એવા તારણ પર આવ્યો છું કે જગતમાં કોઈએ કોઈને મહોબ્બત કરવી જોઈએ નહી.કારણ કે પ્રેમના નામે અહી સ્વાર્થના માત્ર સોદાઓ જ થાય છે.સાચો પ્રેમ મેળવનારાએ ખૂબ સાચવીને ચાલવું પડે છે.ને છતાંય દર્દ પીછો છોડતું નથી.મને ખબર નથી કે દુનિયા અને દિવાનાઓ મને શું સમજશે કિન્તું મારા મતે હું ખુદ જ મારા માટે વણઉકેલ્યા કોયડા સમાન છું.હું આજલગી એ ન સમજી શક્યો કે મને એવા ક્યાં તત્વની જરૂર હતી કે પ્રેમના નામે મારે જ આટઆટલી ખુંખાર રઝળપાટ કરવી પડી!હજીયે પીડાથી ખદબદતા દિલમાં એક સળવળાટ છે કે આ દર્દ અગર હેમખેમ જીવવા દેશે તો જગતને બતાવીશ કે મારી રઝળપાટનું આખરી કારણ શું હતું પણ એ જાણવા સારૂ મારેય આકરૂ તપ કરવું પડશે. Ashkk