વિષ વેરણી ભાગ ૧૪

(45)
  • 3.8k
  • 3
  • 1.5k

“સ....લીમ.....મ.......મને માફ કર બેટા હું મુમતાઝ ની વાતો માં આવી ગઈ હતી, આજે મને અફ..સો......સ થાય છે,” અમી એટલા હિબકે ચડી ગયા હતા કે એ બોલી પણ નહોતા શકતા, મેં અમી ને સોફા પર બેસાડી એમના ખોળા માં માથું રાખી ને કહ્યું,”અમી જે થવાનું હતું તે થઇ ગયું પણ હવે પછી કોઈ “વિષ વેરણી” આપણે તોડી નહી શકે,” ઘણા દિવસ પછી અમીના હાથ ના આંગળા મારા માથાના વાળમાં સળવળી રહ્યા હતા અને થોડીજ વાર માં સમીરા પણ અમીના ખોળા માં માથું રાખી અને અમીની આંખો પર હાથ ફેરવવા લાગી, બીજા દિવસે સવારમાજ હું અને સમીરા એ ઘર ખાલી કરી આવ્યા અને ઘરમાં રહેલો વધારા નો સમાન ગંગામાંસી ના ઘરમાં મૂકી આવ્યા.