અવ્યક્ત પ્રેમની પણ એક અલગ મઝા હોય છે. એ ખરા અર્થમાં અનકંડીશનલ લવ હોય છે. તમે તમને ગમતા પાત્રને તમારી ઈચ્છાથી, તમારી રીતે ચાહી શકો, કોઈ લિમિટેશન વગર. એક લહાવો હોય છે કોઈને દિલ આપવાનો. તેની યાદોમાં ખોવાઈ જઈ એકલાં એકલાં હસવાનો. દરેક વ્યક્તિનાં જીવનમાં આ ગોલ્ડન એરા એક વાર તો ચોક્કસ આવે જ. તમને કોઈ ગમવા લાગે, તેને ચાહવાની, યાદ કરવાની ઈચ્છા થઈ આવે. આપણા બદન માંથી જાણે પાંખો ફુટી નીકળે અને આપણે ઊંચે આકાશ વિહરતા હોઇએ એવી અનુભૂતિ થાય.