પોઝીટીવ –નેગેટીવ

(107)
  • 5.4k
  • 6
  • 1.5k

વિતાન તેને બોસની ઓફિસ સુધી દોરી ગયો. અને બહાર આવી વ્યાસની પાસે જઇ કહે: યાર, આ તો હજુ નવું ઉડતા શીખેલુ પંખી લાગે છે. કોલેજમાંથી સીધું જ આવી ગયું છે. વ્યાસ કહે: ના રે ના, પચીસની તો છે. પણ રૂપ એવું છે કે કોલેજની યુવતી જ લાગે છે. તારો નંબર દર વખતની જેમ આ વખતે પણ લાગવાનો નથી. ખોટી ફિલ્ડીંગ ભરવાનું રહેવા દેજે.... એક કલાક પછી પણ મહેક બહાર આવી નહીં એ પરથી વિતાનને ખ્યાલ આવી ગયો કે વ્યાસની વાત ફરી સાચી પડશે. બોસ પહેલા જ દિવસથી દાણા નાખવા લાગ્યા છે.