ઓગસ્ટ મહિનાની ઢળતી સંધ્યાએ ત્રણેય આછા વરસાદી માહોલમાં બેઠા હતાં, ચુપચાપ!! કોઈ કશું બોલતું નહોતું. ત્રણેય માટે કોફી આવી ગઈ એટલે આકાશે કોફીનો કપ મોનીકા સામે ધર્યો. તેણે સામેની બાજુથી કપ પકડતાં, કપ ગરમ હોવાને લીધે કોફી ઢોળાઈ ગઈ. આકાશે રુમાલથી મોનીકાનો હાથ સાફ કર્યો અને કહ્યું.... જીવનમાં પણ આવું જ બનતું હોય છે મોનીકા... લાઈફને સાચાં એંગલથી ના જોવામાં આવે, સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય ના લેવામાં આવે તો લાઈફ પણ બરબાદ થઈ જાય છે.... બિલકુલ આ કોફીની જેમ.