આંસુડે ચીતર્યા ગગન ૨૬

(24)
  • 3.4k
  • 2
  • 1.4k

અંશની છાતીમાં માથું નાખી પંદર મિનિટ સુધી અર્ચના મૌન શ્વસતી રહી – તેના માથામાં અંશ હાથ ફેરવતો રહ્યો – અચાનક અર્ચના ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. અંશ એની વ્યથા સમજી શકતો હતો. અર્ચના રડી શકતી હતી. – પણ અંશને એનું હૈયું સાથ નહોતું આપતું. એ રડી નહોતો શકતો.. એમના મિલનને આડે આવતા વિઘ્નોને તેઓ દૂર કરતા હતા – પણ એ વણઝાર અટકતી નહોતી. વિઘ્નો દૂર કરવાની ગતિવિધીમાં થોડોક જે થાક લાગતો હતો તે એકમેકની હૂંફમાં થોડુંક શ્વસીને રડીને દૂર કરતા – પણ હજી ક્યાંય છેડો દેખાતો નથી – બિંદુભાભી સાજા થાય કે શેષભાઈના કંઈક સમાચાર આવે તો આ વિઘ્ન દૂર થઈ શકે તેમ છે. દિગ્મૂઢ શો અંશ અર્ચીને પંપાળતો રહ્યો – એના દર્દને પીતો રહ્યો.