પ્રેમનો રંગ

(88)
  • 3.6k
  • 6
  • 851

છ મહીના પછી મીઠી પિતાની ખબર લેવા શહેરમાં ગઇ. તેણે ચહેરા પર એક બીજો ચહેરો પહેરી લીધો હતો. તે માતા-પિતાને ખુશ હોવાનો અહેસાસ કરાવવા માગતી હતી. પિતાની તબિયત હવે સારી હતી એ જોઇ તેને શાંતિ થઇ. એક-બે વખત માતા-પિતાએ પૂછ્યું પણ ખરું કે બેટા સુખી છે ને સાસુ-સસરા કે પતિ તરફથી કોઇ તકલીફ તો નથી ને મીઠીએ મીઠા સ્વરમાં બધાના વખાણ કર્યા. પણ પોતાના મનની પીડા કહી શકે એમ ન હતી. તે એકલી જ અંદરથી સોરાતી હતી. તેને કિનારી યાદ આવી ગઇ. ફોન લગાવ્યો પણ લાગ્યો નહીં. તે નિરાશ થઇ.