આંસુડે ચીતર્યા ગગન ૨૭

(18)
  • 4.3k
  • 5
  • 1.7k

‘આપ કો જરા પર્સનલ લગેગા લેકીન…. આપ યે તો મહેસૂસ નહીં કર રહે હો કી ઉનકા આપકો ન પહેચાનના પાગલપન કી પૂરી નિશાની હૈ. ’ ‘આપ અર્ચના સે હી પૂછ લીજીયે. વો આ રહી હૈ.’ સફેદ પંજાબીમાં અર્ચના આવતી હતી.. દેખાવે જાજ્વલ્યમાન હતી. શેષ વિચારતો હતો… આ છોકરીનો તે દ્રોહ કરી રહી રહ્યો છે. દૂરથી અર્ચના જોઈ રહી હતી અંશ અને સાથે અંશની પ્રતિકૃતિ… દાઢીમાં ઊભી હતી. કદાચ શેષભાઈ આવી ગયા હોય… એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. આ રાતનું આટલી જલદી પ્રભાત ઉગશે એવી એને આશા નહોતી… ત્યાં અંશ બોલ્યો – ‘મીટ માય બીલવ્ડ… ડૉ. અર્ચના. ’ અને એની તરફ ફરીને કહે – ‘સહેગલ સાહેબ છે.’ ‘ઉફ…. ! મન નિરાશ થઈ ગયું ઔપચારિકતામાં હાથ જોડતા ડૉક્ટર અર્ચનાના મોં પર રેડાઈ ગયેલી કાળાશ શેષ પામી ગયો. ’