સુખ - હેપ્પીનેસ (૩)

(20)
  • 4k
  • 9
  • 1.1k

આપણે ભારતીઓની સવાર જ પ્રભુ, ઈશ્વર, અલ્લાહના નામ થી થતી હોય તો દુઃખી કેવી રીતે હોઈએ તમને દુઃખ કોણ આપી શકે ગુજરાતના એક જ્ઞાની પુરુષની વાત યાદ આવે છે – આ દુનિયામાં કોઈ કોઈને દુઃખ આપી શકે એમ નથી. જે બને છે કે ભોગવવું પડે છે તે ગત જન્મોના કર્મને આધારે છે. પોતાનો આ ભવ સુધારી લો, તો આવતો ભવ આપોઆપ સુધરી જશે. ખરેખર અમલમાં મુકવા જેવું છે, જો સારી ભાવનાઓથી અને બીજાને સુખ આપવાથી જો આવનાર ભવ સુધારી શકાતો હોય તો એની શરૂઆત આજથી કેમ ન કરવી વીતી ગયેલ દિવસ પાછો આવતો નથી, તેમ આવનાર દિવસ કેવો હશે એ પણ કહી શકાતું નથી, તેથી કાયમ હસતા રહો, સુખમાં રહો. આનંદમાં રહો. સુખ આપવાની કે મદદરૂપ થવાની ઉત્સુકતા દાખવો. ફક્ત ઘરમાં કે પાડોશીઓમાં, અજમાવી તો જુઓ. એટલું તો આપણાં હાથમાં છે ને