આંસુડે ચીતર્યા ગગન ૩૦

(21)
  • 3.1k
  • 2
  • 1.3k

મનના અશ્વએ દિશા બદલી – પણ એ મારી પાસે જે ઇચ્છે છે તે હું આપી નવી શકતો તે તબક્કામાં એની સાથે રહીને વધુ દુ:ખી કરીશ. એના કરતા અંશ સાથે તે સુખી છે કાશ… કે એ ઇચ્છે તેવું કંઈક બને. ‘તું શું ઇચ્છે છે ’ હૃદયે એને તીક્ષ્ણ પ્રશ્ન પૂછ્યો. ‘ક્યારેક બિંદુ ગાંડપણમાં અંશની સાથે પલળે .’ મને જવાબ આપ્યો. ‘શું એ શક્ય છે ’ ‘ના શક્યતાઓ નહીંવત્ છે. છતાં પણ… છતા પણ… એ શક્યતા લઈ લેવાનું મન થાય છે.’ ‘અસંભવ વાતને સંભવ કરવા ફાંફા મારે છે. અને પેલી બિચારી અર્ચનાનો ભોગ લઈશ.’