આંસુડે ચીતર્યા ગગન ૩૩

(19)
  • 3.1k
  • 2
  • 1.4k

સાંજે પાંચ વાગ્યાનો સમય નક્કી કર્યો. કે જ્યારે શેષે ઢીંગલીને રમાડતા રમાડતા બારીમાંથી બહાર ફેંકવી જેના ઉપર અંશ કે અર્ચના કાર ફેરવી દે અને ઢીંગલીનું આકસ્મિક મૃત્યુ નીપજાવે. ‘અર્ચી ! આનું સાઈડ રીએક્શન કેવું હોઈ શકે ’ ‘ત્રણ શક્યતાઓ છે એક તો એ ઢીંગલીના મૃત્યુનો આઘાત તેમને વધુ ગંભીર બનાવી દે. અને એ તબક્કામાં વીજળીક શોટ્સ સિવાય કોઈ જ ઉપાય બાકી નથી રહેતો. બીજી ઢીંગલીનો આઘાત સ્પર્શ્યા વિના જતો રહે. અને ત્રીજી શક્યતા એ પણ છે કે એ માનસિક આઘાત તેમને સંપૂર્ણ રીકવરી તરફ વાળી દે.’ ‘આઈ હોપ કે ત્રીજી શક્યતા સાચી પડે.’ શેષભાઈ બોલ્યા.