શિવતત્વ - પ્રકરણ-7

(14)
  • 4.5k
  • 1.5k

શિવતત્વ - પ્રકરણ-7 (શિવનું લિંગ સ્વરૂપ) ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર શિવપુરાણ, લિંગપુરાણ અને સ્કંદપુરાણમાં શિવલિંગનો અનેરો મહિમા ગવાયો છે. આ ત્રણે પુરાણોમાં એક કથા કોમન રીતે કહેવાય છે કે જ્યારે બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે પોતાના ત¥વનો પ્રાદુર્ભાવ શોધવા માટેનો વિવાદ થયો ત્યારે તેમની વચ્ચે એક જ્યોતિર્મય અÂગ્નસ્તંભ પ્રગટ થયો. આ સ્તંભનું મૂળ શોધવા માટે બ્રહ્મા ઉપર તરફ અને વિષ્ણુ નીચે તરફ ગયા, પરંતુ ઘણાં વર્ષોના અંતે પણ તેઓ સ્તંભનો આધાર કે અંત શોધી શક્યા નહીં. આખર તેઓએ આ સ્તંભની અહંકાર છોડીને પ્રાર્થના કરતાં શિવે તેમને પોતાના સ્તંભરૂપ લિંગનું મહ¥વ સમજાવ્યું. આ રીતે શિવનો પ્રથમ પ્રાદુર્ભાવ લિંગસ્તંભના રૂપમાં થયો હોવાથી શિવની લિંગ સ્વરૂપે પૂજા થાય છે તેવી પુરાણોક્ત કથા છે. પુરાણોની કથાનું તાત્પર્ય એ છે કે બ્રહ્મા અને વિષ્ણુ જે આ જગતના આદિ દેવો છે તેઓ પણ જે સ્વરૂપના રહસ્યનો અંત પામી શક્યા નથી ત્યાં સામાન્ય માનવીનું શું ગજું છે