વહુનાં વળામણાં

(43)
  • 6.4k
  • 6
  • 3.1k

બગાસાં આવતાં મેં ટેબલ લેમ્પની સ્વીચ ઑફ કરી દીધી. પુસ્તકને ઢોલિયા નીચે મૂકી દીધું. અંદાજે મધ્યરાત્રિ થઈ હશે. મારી પથારી ઓસરીમાં જ રહેતી. બૉર્ડની પરીક્ષાને હવે દસેક દિવસની જ વાર હતી. મેં ઊંઘવાની તૈયારી કરી, પણ ભસતાં કૂતરાં ખલેલ પહોંચાડી રહ્યાં હતાં. જો કે થોડીવાર પછી એ જંપ્યાં તો ખરાં, પણ પાડોશના ઘરમાંથી વાતચીત સંભળાવા માંડી. તેમના શબ્દો ઉપરથી લાગ્યું કે હું સાંભળી ન જાઉં તે રીતે તેઓ ક્યારનાંય ધીમા અવાજે વાતો કરતાં હશે. ટેબલ લેમ્પ બંધ થતાં થોડીવાર પસાર થઈ હશે અને એ લોકોનો અવાજ સહેજ મોટો થયો. હું ઊંઘી ગયો હોઈશ, એમ એમણે માની લીધું હશે. પરંતુ હું જાગતો હતો. મેં કાન સરવા કર્યા. થોડુંક સાંભળતાં મને લાગ્યું કે વાત ગંભીર હતી અને તે ક્યારનીય ચાલતી હશે. સ્ત્રીનો અવાજ: ‘તું રાજીખુશીથી કહેતો હોય તો જ જાઉં. મારું મન મક્કમ છે. હવે આપણો સંસાર અહીં પૂરો થાય છે.’ પુરુષ: ‘પણ ગાંડી, મારા ઘરમાં આવ્યાને તને દસ વર્ષ થયાં… (ક્રમશ:)