હણો ના પાપીને...

(18)
  • 4.4k
  • 3
  • 899

‘આજે રવિવાર છે. દીકરી મંદાકિની વહેલી સવારે જ ટ્યુશને ગઈ છે. એ મિસ્ટર તો આજે મોડા ઊઠશે. મને આખી રાત્રિનો ઉજાગરો છે, કેમ કે ગઈકાલની ગાભાજી સાથેની વાતચીતના એકેએક શબ્દનું આખી રાત પુનરાવર્તન થયા કર્યું હતું અને હાલ જાગૃતાવસ્થામાં પણ એ જ પુનરાવર્તન થઈ રહ્યું છે.’ ‘કયાંથી ભૂલો પડ્યો, ભઈલા નોકરીએ નથી ગયો ’ ‘રજા મૂકી છે, બહેનજી.’ ‘કેમ રજા મૂકવી પડી કોઈ ખાસ કામ હતું કે શું ’ ‘હા, આપને જ મળવાનું હતું!’ ‘તો એમાં રજા મૂક્વાની શી જરૂર હતી સવારે કે સાંજે મળવા આવી શકતો હતો ને!’ ‘આપને એકલાંને જ મળવાનું હતું, સાહેબથી ખાનગીમાં એટલે જ તો!’ ‘જો ગાભાજી, મારે તારા સાહેબથી કશુંય ખાનગી હોતું નથી. હવે તું આવ્યો જ છે, તો ભલે તારે જે કહેવું હોય તે કહી દે, પણ હું તારી કહેલી વાત તેમનાથી છુપાવીશ તો નહિ જ.’ ‘હુંય ઇચ્છું છું કે વાત તેમના સુધી પહોંચે, પણ મારું નામ આવવું જોઈએ નહિ.’ ‘બોલ, શી વાત છે …