થેન્ક્સ ફોર યોર કોમ્પ્લીમેન્ટ્સ!

  • 4.2k
  • 4
  • 895

‘તમારો કહેવાનો મતલબ કે ચોરી કરવી એ અપરાધ નથી, પણ એક વ્યવસાય છે અને ભૂખે મરતા માણસનો જન્મસિદ્ધ અધિકાર છે. તો એ જરા વિગતે સમજાવશો ’ ‘જી હા. આપના કાયદાની નજરમાં ચોરી એ અપરાધ ગણાય છે અને ચોરીની આચારસંહિતાનો ભંગ થતો હોય તો ચોરના આત્માના અવાજ પ્રમાણે પણ એ અપરાધ જ ગણાય. હું પણ એક ચોર છું અને મારા આત્માને અનુસરું છું. હું ચોરીને અપરાધ સમજતો નથી પણ હા, ચોરી કરતાં પકડાઈ જવું એ અપરાધ ખરો!’ બોલનારે સ્મિતસહ કહ્યું. ‘ચોરીની આચારસંહિતા એ વળી શું ’ ‘ગરીબ, વિધવા કે નિરાધારના ઘરે ચોરી ન કરવી. ચોરી દરમિયાન હત્યા ન કરવી, બેકારી કે ભૂખમરાની સ્થિતિમાં જ ચોરી કરવી, ચોરી દ્વારા ધનસંચય ન કરતાં જરૂરિયાત જેટલું જ ચોરવું – આ બધી બાબતો ચોરીની આચારસંહિતામાં આવે.’ ‘આ આચારસંહિતાઓ કોઈ શાસ્ત્રોમાં લખાયેલી છે ખરી ’ ‘આચારસંહિતાઓ શાસ્ત્રોમાં ન હોય. એ તો વ્યક્તિના અંતરાત્મામાં લખાય અને તેને કોઈ વાંચવા ચાહે તો જ વાંચી શકાય. મેં જે ચોરીના વ્યવસાયની આચારસંહિતા …