લેગિંગમાં દેખાવ લાજવાબ

(44)
  • 4k
  • 1
  • 755

ફેશન જગતમાં લેગિંગ આજકાલ બહુ ડીમાન્ડમાં છે. શરીર ભલે વધુ પડતું પાતળું હોય કે પછી ભરાવદાર હોય દરેક ઉંમરની મહિલાઓ તેને પસંદ કરી રહી છે. અને બીજા વસ્ત્રોની સરખામણીએ સારી વાત એ છે કે લેગિંગ પહેરવા માટે કોઈપણ જાતના નિયમની જરૂર નથી. લાંબી કે ઠીંગણી કોઈપણ વ્યક્તિ લેગિંગ પહેરી શકે છે. હવે તો લેગિંગ કોઈપણ વયની તથા કદની સ્ત્રી પહેરતી જ હોય છે. પણ લેગિંગ પહેરીને આકર્ષક દેખાવાની ઈચ્છા હોય તો કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તે જાણી લો. જેમકે, જો તમે લેગિંગ્સની સાથે ટાઇટ પેન્ટી પહેરી રહ્યા છો તો હવે તમારી આદત બદલો. કારણ કે લેગિંગ્સની સાથે ટાઇટ પેન્ટી પહેરવાથી પેન્ટી લાઇન સ્પષ્ટ દેખાય છે. તેની સાથે સીમલેસ પેન્ટી પહેરવી જોઇએ.