મોટી બહેન

(103)
  • 6.8k
  • 7
  • 1.1k

બાળપણથી તેના શરીરની પ્રકૃતિ જ એવી રહી કે પાતળી જ ના થઇ. થોડા પ્રયોગો કરી જોયા પણ તેનું વજન ઉતર્યું નહી. છોકરાઓ તેનો ફોટો જોઇને જ ના પાડી રહ્યા હતા. વિભાના લગ્ન માટે પાંચ વર્ષથી પ્રયત્ન કરી રહેલા માતા-પિતા હવે થાક્યા હતા. હવે રીનાના લગ્ન જલદી લેવા માટે ફરી વિભાના લગ્ન ગોઠવવા દોડધામ કરી રહ્યા હતા. આ વાતની રીનાને ખબર પડી ત્યારથી તે વિભાને પોતાની દુશ્મન જેવી માનવા લાગી હતી. બાળપણમાં મોટીબેન, મોટીબેન... કહીને જેની જીભ સૂકાતી ન હતી એ નાની બહેન રીના હવે મનોમન વિભા મોટી હોવા બાબતે બબડતી હતી.