સાચો પ્રેમ

(88.8k)
  • 7.6k
  • 12
  • 1.8k

બીનાથી છૂટી પડી પછી બસ મળી ગઇ એટલે બેસી ગઇ. ઘર નજીકના બસ સ્ટેન્ડ પર ઊતરીને તે રોડ ઓળંગવા જતી હતી ત્યાં એક વાન તેની લગોલગ આવીને ઊભી રહી. તેનો શટર જેવો દરવાજો ખૂલ્યો અને તે કંઇ સમજે કે વિચારે એ પહેલાં એક બુકાનીધારીએ તેના મોં પર ચાદર નાખીને કારમાં ખેંચી લીધી. રાજવી ગભરાઇ ગઇ. તેના મોંમાંથી ચીસ જ ના નીકળી. ચાદરમાં તેને અજીબ ગંધ આવી. તેને સાંભળવા મળ્યું કે ચાલ અવિનાશને ફોન કરી દે કે તારું કબૂતર પાંજરામાં આવી ગયું છે. અમે લઇને આવી રહ્યા છે... તે વધુ કંઇ સાંભળે એ પહેલાં તો હોશ ગુમાવી બેઠી.