પહેલો અને આખરી દાવ

(19.5k)
  • 4.9k
  • 3
  • 1.5k

‘રક્ષાબંધનના તહેવારને બે જ દિવસ બાકી છે અને હજુસુધી રમીલા ન આવી. પાછલાં બે વર્ષથી તે કંઈકને કંઈક બહાનું બતાવતી આવી છે. આ વર્ષે પણ જો એ ન આવે તો, બેટા, તારે તેને તેડવા જવું પડશે. આ તે કેવું કે વર્ષ આખામાં બેચાર દિવસ પણ આ તહેવારના બહાને એ પિયરમાં ન આવે! ગામની બધી વર્ણની બહારગામ પરણેલી દીકરીઓ ભાઈ પાસે રાખડી બંધાવવા આવે છે અને આપણાવાળી જ એવી તે કેવી સાવ ઘરરખું થઈ ગઈ છે કે બબ્બે વરસથી આ તરફ ફરકતીય નથી! હેં તરભા, ભાણિયો પણ ખાસ્સો મોટો થઈ ગયો હશે, નહિં ’ કુંવરબાએ છીંકણી સૂંઘતાં જોડા બનાવી રહેલા દીકરા ત્રિભુવનને કહ્યું. ‘હજુ તો બે દિવસ બાકી છે. રાહ તો જો, બા. એ આવે તો માથાભેર અને ન આવે તો આપણે શું કામ એને તેડવા જવું પડે જેવી એની અને હરિની ઇચ્છા! તને ખબર તો છે કે એની સાવ સસ્તીય સાડી તથા ભાણિયા માટે કપડાંની જોડ અને એકાદું રમકડું ખરીદવાની …