મારી કુસુમ!

(12)
  • 4.1k
  • 1
  • 1k

કમ્પ્યુટર ઉપર પોતાની નવલિકા ‘સ્ત્રીદાક્ષિણ્ય’ને આખરી ઓપ આપ્યા પછી એ લેખક મહાશય ભૂતકાળમાં સરી પડ્યા અને માધ્યમિક શિક્ષણકાળના દસમા ધોરણના સંસ્કૃતના પિરિયડની પાટલી પર ગોઠવાઈ ગયા. ગુરુવર્ય પંડિતજી પ્રદ્યુમ્ન ઝા સર ‘સ્ત્રીદાક્ષિણ્ય’ શબ્દને વિશદ રીતે સમજાવી રહ્યા હતા. સ્ત્રીઓ પરત્વેનું સન્માનીય વર્તન એ ‘સ્ત્રીદાક્ષિણ્ય’ શબ્દનો મૂળભૂત અર્થભાવ હતો. આમ તો સંસ્કૃતના પિરિયડમાં હંમેશાં ઝોકાં ખાનારા એવણને ‘સ્ત્રી’ને લગતી આ વાતમાં એ વખતે તો રસ પડ્યો હતો. સરકારમાન્ય સંસ્કૃત પાઠશાળાની ઉચ્ચતમ ઉપાધિ ધરાવતા પ્રખર જ્ઞાની એવા એ સરે “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:” અર્થાત્ ‘જ્યાં નારીની પૂજા થાય છે, ત્યાં દેવોનો વાસ હોય છે.’ એ શ્લોકને પણ પોતાના અધ્યાપનમાં સાંકળી લીધો હતો. આપણા આ મહાશય એટલે કે શ્રીમાન નવીનચંદ્રે માની લીધું હતું કે એ સતયુગ હશે અને તેથી લોકોને એવી નારીપૂજા થતી ભૂમિમાં દેવો વાસો કરતા પ્રત્યક્ષ દેખાતા હશે! ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી જતાં નવીનચંદ્રે વિચારવા માંડ્યું કે આધુનિક યુગમાં સ્ત્રીદાક્ષિણ્ય અત્ર-તત્ર-સર્વત્ર એટલું વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે કે આપણા …