બાકાયદા કાયદે-આઝમ

  • 3.3k
  • 1
  • 382

એમના માટે ‘કાયદો’ શબ્દ તકિયા-કલામ બની ગયો હતો. વાતવાતમાં ‘આમ કાયદાથી જોવા જાઓ તો’, ‘કાયદેસર વિચારીએ તો’, ‘કાયદો તો આમ કહે છે કે’, ‘જો કાયદેસર મારી વાત માનો તો’ એવાં બદલાતાં જતાં બોલચાલનાં તેમનાં વિધાનોમાં ‘કાયદો’ શબ્દ અચલ રહેતો. ‘કાયદો’ શબ્દ તેમને ગળથૂથીમાંથી મળ્યો હતો એમ પણ કહી શકાય તેમ ન હતું, કેમ કે તેમના કુટુંબમાં કોઈ કાયદાશાસ્ત્રી તો હતું જ નહિ. તેમનાં બા કહેતાં કે એ નાની વયે બાળમિત્રો સાથે શેરીમાં રમવા જતો અને ત્યાંથી ‘કાયદો’ શબ્દ શીખી આવ્યો હતો. ઘરમાં પણ કુટુંબીજનો સાથે એ કાયદાની ભાષામાં જ વાતો કરતો. તેઓ ‘કાયદો’ શબ્દને ગંજીપાના જોકરપાનાની જેમ બધે પ્રયોજતા. પ્રણાલિકા, પરંપરા, રીતરિવાજને પણ એ કાયદાના વ્યાપમાં જ ગણતા કેમ કે તેઓ કાયદા અને એ બધાં વચ્ચે કોઈ ભેદરેખા હોવાનું સ્વીકારતા ન હતા. આમ છતાંય ‘કાયદો’ શબ્દથી તેમના બોલવામાં વજન પડતું હતું. લોકોએ કહેવું પડતું કે ‘એ ખરું કહે છે’, ‘એમની વાતમાં દમ છે’, ‘એમની વાતને હસી કાઢો નહિ’ વગેરે ...