કેવી દ્ષ્ટિ કેળવવી ?

(76)
  • 2.9k
  • 6
  • 893

દ્રષ્ટિભેદ સમગ્ર સૃષ્ટિ આજે આપણી દ્રષ્ટિની મોહતાજ છે...જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે એક સુવાક્ય બોર્ડ પર અવારનવાર ટાંકતા...'જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ' ત્યારે બહુ નહોતું સમજાતુ..એના માટે ગુજરાતીનાં શિક્ષક અર્થવિસ્તાર કરે ત્યારે માંડ ગળે ઉતરતું આજે જેમ જેમ ઘડાતા ગયા જીવનના અનુભવો વધતા ગયા તેમ તેમ ખ્યાલ આવતો જાય છે,સ્હેજ વધારે સ્પષ્ટ રીતે જો કહેવા જાઉં તો એનો અર્થ કંઈક આમ કરી શકાય. મનુષ્ય પાસે આમ જોવાં જઈએ તો આપણે આપણી દ્રષ્ટિને ઘણાં પ્રકારમાં વહેંચી શકીશું,પરંતુ હું અહીં જે વાત કરવા માંગુ છું તે છે કોઈપણ પરિસ્થિતિને આપણે કેવી રીતે મૂલવીએ છીએ તે દ્રષ્ટિની,કહે છે ને 'કમળો હોય એને પીળું જ દેખાય'