એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 4

(121)
  • 8.1k
  • 5
  • 3.5k

‘સલોની.... શું છે આ બધું ’ સેલફોનના સામા છેડેથી ગૌતમનો સ્વર ચિંતાભર્યો હતો, પણ સલોનીને લાગ્યું કે એમાં ચિંતા ઓછી ને ઔપચારિકતા અને રોષની માત્રા વધુ હતી. ‘ઓહ, જરા તબિયત શું ખરાબ થઇ.... આ મિડીયા’ ગૌતમનો પ્રતિભાવ જાણવા સલોનીએ વાક્ય અધૂરૂં ક છોડ્યું. ક્ષણભર માટે બંને વચ્ચે મૌન પથરાઇ ગયું. ‘... પણ ગૌતમ, યુ ડોન્ટ વરી પ્લીઝ, જેવું બધું છપાયું છે એવું હરગિજ નથી.’સલોની બોલી તો હતી સપાટ સ્વરે, પણ મગજમાં હવે શું સ્ફોટ કરવો એની મથામણ ચાલી રહી હતી.