બાબા અડીખમનો દરબાર

(13)
  • 2.4k
  • 3
  • 426

‘માણસના જીવનમાં જયારે મુસીબત આવે છે ત્યારે જ એના મિત્રો અને સંબંધીઓની ખરી કસોટી થાય છે અને માણસને ખબર પડે છે કે, કોણ કેટલાં પાણીમાં છે.’ બાબા અડીખમના દરબારમાં એક ભક્ત ઊભો થઈને બોલ્યો. ‘હે ભક્ત, તને આ વાત કોણે કરી ’ અડીખમ બાબાએ ભકતને પ્રશ્ન કર્યો. ‘બાબા, મારા મોબાઇલમાં આ સુવિચાર આવ્યો છે.’ ‘તો તું પણ સુવિચારોના ચાળે ચડ્યો છે! મોબાઈલમાં સુવિચારો મોકલનારાઓ નવરી બજારમાં દુકાનો માંડીને બેઠા છે. ટાણે કટાણે ગમે ત્યારે બીજાને સુવિચારો મોકલે છે, પરંતુ એ સુવિચારોને તેઓ પોતે જ અમલમાં નથી મૂકતા. તું એવા લોકોનો માલ ખરીદે છે ’ ‘ખરીદતો નથી, મને મફતમાં મળે છે.’ ‘મફતમાં મળે છે એટલે જ તને આ સુવિચાર વહાલો વહાલો લાગ્યો છે ’ તો આ છે બાબા અડીખમ! એક અનોખા બાબા! એવો જ અનોખો એમનો દરબાર! વાંચો અને વિચારો. બીજાને પણ વંચાવો. -યશવંત ઠક્કર