અવનવા નાસ્તા

(49)
  • 5.7k
  • 10
  • 1.5k

બ્રેકફાસ્ટમાં આવા નાસ્તાથી મજા આવી જાય છે. સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે જે વ્યક્તિ દરરોજ સવારે બ્રેકફાસ્ટ લે છે તે આખા દિવસ દરમિયાન પોતાને સ્ફૂર્તિમય અને સક્રીય અનુભવે છે. બાળકોમાં દરરોજ બ્રેકફાસ્ટ લેવાના કારણે બુદ્ધિ અને સ્મરણશક્તિમાં વધારો થાય છે તથા ક્લાસમાં ભણવામાં રુચિ વધે છે. અમુક સંશોધનોમાં સાબિત થયું છે કે બ્રેકફાસ્ટ લેવાથી સ્થૂળતા અટકે છે. કોલેસ્ટરોલનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે જેથી હૃદયરોગ થતાં અટકે છે. બ્રેકફાસ્ટ લેવાથી ભૂખ ઓછી લાગે છે તથા એકસાથે ભરપેટ ખાવાની ટેવ ઘટે છે. અને બ્રેકફાસ્ટ ન કરવાથી હૃદયરોગ, ઓસ્ટીઓપોરોસિસ, સ્થૂળતા, મૂડસ્વિંગ્સ, શારીરિક શક્તિ તથા સ્મરણશક્તિમાં ઘટાડો, સ્ત્રીઓને માસિક ચક્રમાં અનિયમિતતા વગેરે જેવી બીમારીઓ ઝડપથી થાય છે. ચાલો ત્યારે અવનવા નાસ્તાને ટ્રાય કરી જુઓ.