બેઠી ને બેઠી વાર્તા

(26)
  • 1.9k
  • 2
  • 374

દરેક રવિવારી સાંજની નિત્ય આદત મુજબ હું રેલવે સ્ટેશનના બુકસ્ટૉલની સામેના બાંકડે બેઠોબેઠો નવીન વાર્તામેગેઝિનનાં પાનાં ફેરવી રહ્યો હતો. થોડેક દૂરના પ્લેટફોર્મના થાંભલા પાસે બે મુસાફરો ફ્લોર ઉપર બેઠેલા હતા. તેમના સામાનમાં બે મોટા થેલા હતા, જે પૈકી એકમાં ચાલુ સિઝનનાં ખરીદેલાં જામફળ હતાં અને બીજામાં કદાચ બંનેનાં પહેરવાનાં કપડાં વગેરે સામાન હશે. મેગેઝિનની અનુક્રમણિકા ઉપર નજર ફેરવી લઈને વાંચન માટે પસંદ કરેલી એક વાર્તાને વાંચવાની હજુ તો હું શરૂઆત કરું છું, ત્યાં તો પેલા બે જણ વચ્ચે ચાલી રહેલી વાતચીત તરફ મારા કાન સરવા થયા. હું વાર્તાકાર હોઈ વાર્તાનો કોઈક વિષય મળી જાય, તે આશયે હું તેમની વાતો સાંભળવા માંડ્યો. થોડીકવારમાં જ મને જાણવા મળી ગયું કે તેઓ કાપડના ફેરિયા હતા. તેમનો બધો માલ વેચાઈ જતાં તેઓ વતન તરફ પાછા ફરી રહ્યા હતા અને પોતાનાં ઘરવાળાં માટે સિઝનનાં સસ્તાં જામફળ લઈ જઈ રહ્યા હતા. તેમની વચ્ચે આ પ્રમાણે સામાન્ય વાતચીત થઈ રહી હતી : ‘અલ્યા આદિલ, આપણે લારીવાળા …