યાદ તો હજી ઘણી આવશે સૂરજ! કેમ ન આવે કેવા હસતા એ દિવસો હતાં ને કેવી હસીન જીંદગી! કોઈની રોકટોક વિના જે શાળાએ જતાં હતાં એ જ શાળામાં જવું હવે એક મોંઘેરૂ ખ્વાબ બની ગયું.ખરેખર છાત્રજીવનનું આ છેલ્લું વરસ,છેલ્લી શાળા,છેલ્લા મિત્રો આપણને જીવતરના આખરી દમ સુધી સતાવશે.સૂરજ તું તો વળી શિક્ષક બનવાના શમણા સજાવી બેઠો છે જેથી ક્યારેક તારા ભાગ્ય ખૂલે ને તને આ શાળામાં સેવા આપવાનો અવસર મળશે કિન્તું અમારૂ શું નોટી કંઈ વધારે કહે એ પહેલા જ પ્રકાશે હસીને કહેવા માંડ્યું: અલ્યા સૂરજ,ભાઈ એ તો કહે કે સેજલ યાદ આવે છે કે પછી પરીક્ષાની માફક તારા એ પહેલા પ્રેમને ભૂલી જ ગયો કે પછી એ જ તને વીસરી ગઈ છે આમ કહી એ ખડખડાટ કરી હસી ઊઠ્યો.એનો સ્વભાવ જ એવો હતો કે અન્યોને મીઠાસથી ચીડવવાની એને મજા આવતી.ashkk