ખુશાલનો ઢોલ

(21)
  • 2.1k
  • 2
  • 563

એ છએ જણી કટલાને હડસેલીને ઘરઆંગણા આગળના એ વાડામાં પ્રવેશી, ત્યારે પડાળીમાં વાસીદું વાળતાં રૂખીમાસી એ બધાંને જોઈને સ્તબ્ધ થઈ ગયાં. તેમના માન્યામાં આવતું ન હતું કે ઉજળિયાત ઘરની આ કિશોરીઓ અને નિજ ભંગીના ઘરે ! પણ હા, તેમના સમજવામાં એ તો આવી જ ગયું હતું કે એ લોકો તેમના દીકરા ખુશાલ સાથે ભણતી હોવી જોઈએ કેમ કે બેએક જણીઓએ તો સ્કૂલ યુનિફોર્મ પણ પહેરેલો હતો. વાડાની વચ્ચે જ આવેલા લીમડાના થડને ટેકવેલો તાજું જ સૂતરનું વાણ ભરેલો ખાટલો ઢાળીને તેમને બેસવાનો સંકેત કરતાં રૂખીમાસીએ કહ્યું, ‘ખુશાલ હમણાં જ આ ખાટલો ભરવાનું પૂરું કરીને ઘેટાંબકરાં લઈને ગોચરે ગયો છે. તમે લોકો બેસો અને હું કોઈક છોકરાને દોડાવીને ખુશાલને બોલાવી લઉં છું, કેમ કે એ દૂર ગયો પણ નહિ હોય. બીજું એ કે તમે બધાં ચા પીતાં હો તો સામેની હોટલે ચાનું કહી આવું અને એ હોટલવાળો પીવાનું પાણી પણ સાથે લઈ આવશે.’’ ‘જુઓ માસી, ખુશાલ ઘેટાંબકરાં લઈને પાછો આવી …