અધુરા અરમાનો ૮

(38)
  • 3.6k
  • 4
  • 1k

શું યાર સૂરજ! કંઈ દુનિયામાં જીવી રહ્યો છે હરજીવને કરેલા આ સવાલનો રણકાર સૂરજના ભણકારામાં ફરતી સેજલના સરવા કાનોમાં ઊતર્યો.ને એ જ ઘડીએ સેજલ પગ નીચેની ધરતીની ધૂળને ઉખેડીને ફરરર કરતી અવળી ફરી.એણે જોયું તો સૂરજ ઊભો હતો.દોડતી આવીને એ સૂરજને ભુજાઓમાં જકડીને ભેટી પડી.બંધ પડવાના આરે ઊભેલું હૈયું ઉછળી ઉછળીને ધડકી રહ્યું હતું.પરંતું સૂરજનું શું એ લજ્જાથી મૂર્તિ બનીને લાલપીળો થઈ ઊઠ્યો.ન હાથ હલાવ્યા ન પાંપણ ફરકાવી.મીઠા મહેબૂબને બિન્દાસ્ત બાથમા ભરીને ઊભેલી સેજલના પાગલપણાને લોકો બાઘાની માફક તાકી રહ્યાં. સેજલનો પાવન શ્પર્શ થતાં જ સૂરજને પ્રેમનું બ્રહ્મગ્નાન લાધ્યું.દિવ્ય રોમાંચકતાથી રૂવે-રૂવા જવાન થઈ ઊઠ્યા.આંખોએ ઊમળકાભેર અશ્કના દરિયા ખાળ્યા.ashkk