ભાગ્યવિધાતા

(27)
  • 2k
  • 3
  • 522

(સુજ્ઞ વાચકો, અનોખા વિષય ઉપરની મારી આ ટૂંકી વાર્તા ‘ભાગ્યવિધાતા’ના વાંચન પૂર્વે તેના પૂર્વાધારરૂપ મારી અગાઉની વાર્તા ‘દિવ્યા, મા, દાદી કે વડદાદી!’ વાંચી જવાની ભલામણ કરવામાં આવે છે, એમ છતાંય કે એ જરૂરી નથી.) ભાગ્યવિધાતા સ્થાનિક ટ્રસ્ટના તમામ પ્રાથમિક સુવિધાઓ ધરાવતા એ દવાખાનાના સ્પેશ્યલ વોર્ડમાં નગરના પ્રતિષ્ઠિત એવા વયોવૃદ્ધ વડીલ સુંદરલાલ હળવા શ્વાસ ખેંચી રહ્યા હતા. તેમની પથારી પાસે ચિંતાગ્રસ્ત ચહેરે તેમનો પુત્ર જયંત અને પુત્રવધૂ હંસા બેઠેલાં હતાં. રાઉન્ડમાં આવેલા ડોક્ટર તેમને ઔપચારિક પૂછપરછ કરી રહ્યા હતા, તે દરમિયાન નર્સે સુંદરલાલનું બી.પી. માપી લીધું. ડોક્ટરે નોર્મલ બી.પી. જાણીને સંતોષ વ્યક્ત કરતાં કહ્યું, ‘ચિંતાનું કોઈ કારણ નથી.’ ‘ડોક્ટર, તમે તો નિદાન કર્યું હતું કે બાપુજી કોમામાં ગયા છે પરંતુ બંધ આંખોએ તેઓ હમણાં જ એકદમ સ્પષ્ટ ઉચ્ચારે ‘દિવ્યા, બેટા મને માફ કર.’ એમ બોલ્યા હતા!’ જયંતે કહ્યું. ‘અરે ભાઈ, એ તો મારું પ્રાથમિક નિદાન હતું. ખેર, આ એમનું બોલવું એ તો સારી નિશાની કહેવાય! એક કામ કરો, તમારા કુટુંબમાં …