લાગણીનું મૂલ્ય

(22)
  • 2.2k
  • 4
  • 467

આજનો રવિવારી દિવસ તમારા માટે વિશ્રાંતિ અને માનસિક રાહતનો હોઈ, અલી અને આલિઆ, તમે તમારા માસ્ટર બેડરૂમમાંથી મોડાં બહાર નીકળ્યાં છો. અલી, તમે તમારી વહેલી સવારની નમાજ અદા કર્યા પછી અંગ્રેજી તરજુમા અને તફસીર સાથેની કુરઆને પાકની નિત્યક્રમાનુસાર થોડોક સમય તિલાવત કરીને પ્રાત:કાળ થઈ ગયા પછી વળી પાછા તમે થોડીક ઊંઘ ખેંચી કાઢી છે. હવે, અલી, તમે લિવીંગ રૂમમાં આવી જઈને બારીઓની ફરેડી (Venetian Blind) ને ખેંચીને બહારના પ્રકાશને અંદર આવવા દો છો. તમે ટી.વી. સામેના સોફા ઉપર બેસીને ટિપોય ઉપરનાં મેગેઝિનનાં પાનાં ફેરવી રહ્યા છો, ત્યારે આલિઆ સવારનો નાસ્તો તૈયાર કરવા કિચનમાં પોતાના કામે લાગી ગઈ છે. આલિઆ ક્રિશ્ચિયન છે અને તમે, અલી, મુસ્લીમ છો. તમારાં આંતરધર્મીય લગ્ન પરસ્પરની સંમતિથી એ શરતે થયાં હતાં કે તમારા બંનેમાંથી કોઈ ધર્માંતર કરશે નહિ અને ભાવી સંતતિ પુખ્ત વયે પહોંચતાં પોતાની મરજી મુજબ જે તે ધર્મને અપનાવી શકશે. વળી તમારામાંનું કોઈ તેમને પોતાની ધાર્મિક માન્યતાથી પ્રભાવિત કરવાની કોશિશ પણ કરશે નહિ. …