અધુરા અરમાનો ૧૦

(30)
  • 3.7k
  • 2
  • 1.1k

મારો સૂરજ આવશે તો મને જોયા વિના બેચેનીમાં આળોટશે. એ વિચારે સેજલ સૂરજના ગામ તરફથી આવતી ટેક્સી તરફ બેબસપણે મીટ માંડીને ઊભી હતી. ટેક્સી ઉપડવાની તૈયારીમાં જ હતી ને સહસા સેજલની આંખોએ સૂરજ ચડ્યો. એની આંખોમાં હર્ષાશ્રું ઊભરી આવ્યા. હૈયું હેલે ચડવા લાગ્યું. પાણી પીવાના બહાને એ સૂરજ જોડે આવી ઊભી રહી. ભારે હૈયે એકીશ્વાસે સઘળી વાત એણે સૂરજને કહી સંભળાવી. સૂરજ પણ એ જ મારતી ઘોડીએ પાલનપુર જવા તૈયાર થયો. બંને પાછળની સીટમાં બેસીને પાલનપુર જવા ઉપડ્યા. એરોમાં સર્કલ પાસે જ્યારે શિલ્પાબેન ટેક્સીનું ભાડું આપી રહ્યાં હતાં ત્યારે તકનો લાભ લઈને સૂરજનો હાથ હાથમાં લેતા સેજલ ધીમાં સ્વરે બોલી: બારના ટકોરે હું સૂરમંદિર પહોંચી આવીશ. તું રાહ જોજે.