જીવાકાકા

(32)
  • 2.8k
  • 2
  • 385

વહેલી પરોઢનો અંધકાર ધીમેધીમે ઓગળી રહ્યો છે અને ભળભાંખળું થઈ રહ્યું છે. પૂર્વાકાશે ઊંચે આવતો જતો સૂર્ય પોતાનાં કોમળ કિરણો વડે સ્ફૂર્તિદાયક વાતાવરણ જમાવી રહ્યો છે. રાતભર નિશ્ચેતન રહેલાં ઝાડવાંમાં પ્રાણ પ્રગટવા માંડે છે. છોડવાઓ ઉપરનાં પુષ્પો અને વૃક્ષોનાં પર્ણો ઉપર જામેલાં ઝાકળબિંદુઓ પોતાનું અસ્તિત્વ ગુમાવવા પહેલાં છેલ્લાંછેલ્લાં સૂર્યપ્રકાશમાં ઝગમગી રહ્યાં છે. ઘૂવડ, ચીબરી અને વડવાગળના રાત્રિપહેરા પૂરા થાય છે અને માળાઓમાંનાં દિવસીય પક્ષીઓ મધુર ગીતો ગાતાંગાતાં પરોઢનું સ્વાગત કરી રહ્યાં છે. બસ, આ જ સમયે ગામથી ત્રણેક કિલોમીટર દૂર આવેલા પ્લેટફોર્મ વગરના એ નાનકડા રેલવેના ફ્લેગ સ્ટેશને આધેડ વયે પહોંચેલા જીવાકાકા પગલાં પાડે છે. તેમને ઓળખતો સ્ટેશનનો પોર્ટર ‘આવો જીવાકાકા’ બોલતો તેમને આવકારે છે. જીવાકાકા ખભા ઉપરનું હાથવણાટની સાડીઓનું પોટલું નીચે મૂકીને ખિસ્સામાંથી બે આના છૂટા કાઢીને ટિકિટબારીએથી પાસેના જ શહેરની લોકલની ત્રીજા વર્ગની ટિકિટ કઢાવે છે. થોડી જ વારમાં ધુમાડા ઓકતી આવેલી એ ટ્રેઈન તેમને બેસાડીને તરત જ ઊપડી જાય છે અને દશેક મિનિટમાં જ તેમને બાજુના …