જેલ-ઑફિસની બારી - 18

  • 3k
  • 1
  • 485

દયાળજી બાપડો જુવાન વાણિયો હતો. પણ એ ચડી ગયેલો પરાક્રમને પંથે. બીજાં નાનાં નાનાં પરાક્રમોની તો ખબર નથી પડી, પણ મોટાં પરાક્રમો એણે બે કર્યું એક તો કોઈ માશૂક સાથે પ્યારમાં પડીને એના ઉપર પોતાની કમાણી ન્યોછાવર કરવાનું અને બીજું એ જ માશૂકને `રંડી' કહી એની હત્યા કરવાનું. પોતાની તરફ બેવફાઈ કરનાર `રંડી' – ને જાનથી માર્યાનો કેટલો ગર્વ દયાળજી લેતો હતો તે હું એની મુલાકાતો વખતે જોઈ શકતી. નીચલી કોર્ટમાં એનું કામ ચાલતું તે દિવસોમાં એની મા એની મળવા આવતી ચાર-આઠ દહાડે મા દયાળજીનાં અસ્તરીબંધ કપડાં દેવા અને જૂની જોડ લઈ જવા આવતી ત્યારે હું જોતી કે માના શરીર ઉપરનો સાડલો તો એ-નો એ અણબદલ્યો અને આઠ-દસ થીંગડાંવાળો જ હોય, બચાડી મારા જેવી જ ડોકરી અને ડાકણરૂપ. કેમ કે રાંડીરાંડ! ઉપરની જ ભયાનક અંદરથી તો એ પણ મારા જેવી જ કાચી છાતીની.