Jail-Officeni Baari by Zaverchand Meghani | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels જેલ-ઑફિસની બારી - Novels Novels જેલ-ઑફિસની બારી - Novels by Zaverchand Meghani in Gujarati Short Stories (111) 11.5k 22.2k 46 કેદીનું કલ્પાંત: ઊંચી ઊંચી ડાળના લીંબડા, હો ભાઈ! ઊંચી ઊંચી ડાળના હો લીંબડા! મારે તું વિના ન કોઈની સગાઈ રે, જેલનાં જીવન એવાં રે. લાખ લાખ પાંદ તારી આંખડી, હો ભાઈ! લાખ લાખ પાંદ તારી આંખડી મારા ગામ તણી સીમડી કળાય રે? – જેલનાં Read Full Story Download on Mobile Full Novel જેલ-ઑફિસની બારી - 1 (27) 2.1k 2.7k કેદીનું કલ્પાંત: ઊંચી ઊંચી ડાળના લીંબડા, હો ભાઈ! ઊંચી ઊંચી ડાળના હો લીંબડા! મારે તું વિના ન કોઈની સગાઈ રે, જેલનાં જીવન એવાં રે. લાખ લાખ પાંદ તારી આંખડી, હો ભાઈ! લાખ લાખ પાંદ તારી આંખડી મારા ગામ તણી સીમડી કળાય રે? – જેલનાં Listen Read જેલ-ઑફિસની બારી - 2 (14) 1k 1.2k શા સારુ તમે મારી જાળીમાંથી પાનની પિચકારીઓ થૂંકો છો? તમે જેલ-ઑફિસના કારકુનો અને હું જેલ-ઑફિસની બારી, એટલે શું તમે મને નિર્લજ્જ ધારી લીધી? હું નિષ્પ્રાણ છું. લોઢા-લાકડાની બનેલી છું, અનેક ચોર-ડાકુઓની આંસુદારે ધોવાઈને દયાહીન બની ગઈ છું, મારપીટ, ગડદાપાટુ અને ...Read Moreસાક્ષી છું, એટલે શું હું સ્ત્રીજાતિની મટી ગઈ છું, વીરા મારા? Listen Read જેલ-ઑફિસની બારી - 3 424 626 હાથ પછવાડે રાખો! મુલાકાત કરવા આવનારા કેદીઓ, તમે જો તમારા હાથ પછવાડે નહિ રાખો તો તમારી હાલત વાલિયા કોળીના જેવી બનવાની. વાલિયાની વહુ હમણાં જ મુલાકાતે આવીને ગઈ. હોંશે હોંશે એ નાની દીચરીને સાથે તેડી લાવી હતી. વાલિયા કોળીની દીકરી, ...Read Moreદીકરી, એને ચતુરાઈ તો ક્યાંથી હોય! ગંદા ઉઘાડા પગ હતાઃ એક ફાટેલું કેડિયું પહેરાવ્યું હતું પણ માથા ઉપર એ ગુલાબી રંગની સોનાસળીનો કટકો ક્યાંથી ઓઢાડેલો હશે? મને તો જોતાં જ લાગ્યું કે જાણે કોઈ ઝાંપડાએ સ્મશાનમાંથી ઉઠાવી લીધેલો એ નવો નકોર ટુકડો વાલિયાની વહુએ વેચાતો લઈ લીધો હશે. Listen Read જેલ-ઑફિસની બારી - 4 401 768 જલદી બોલાવો, હરખા ઢેડાને તાકીદથી તેડી લાવો. એની વહુ મુલાકાતે આવી છે. ત્રણ મહિનાથી હરખો ઢેડો ઝૂરે છે. એ પાગલ બની જશે. આ હરખો આવ્યો. જાણે પાંચ ગાઉની દોડ કરીને આવી પહોંચ્યો હોય તેટલા બધા થડકારા એની છાતીમાં ચાલી રહ્યા ...Read Moreએ ફાંકડા જુવાનના માથા પર ફક્ત પીળી જ ટોપી હતી એમ ન માનશો. ટોપી અરધી કાળી ને વળી અરધી પીળી હતી. હરખા ઢેડાની આ બીજી વારની જાત્રા હતી એટલે કાળો રંગ અને દસ વરસની સજા હતી તેનો પીળો રંગ. Listen Read જેલ-ઑફિસની બારી - 5 329 622 પેલા બુઢ્ઢા શહેરીઓ આંહી દર રવિવારે કેદીઓ પાસે ભાષણ કરવા આવે છે. કેદીઓને કામકાજના બદલામાં મહિને પાયલી-બે આની મળે છે તે ખરચાવીને આ બુઢ્ઢાજી ભગવદ્ગીતા ખરીદાવે છે. એ બાપડા રાજના નીમેલા માણસ અને વળી વયોવૃદ્ધ, એટલે એને કેદીઓ અદબ ...Read Moreસાંભળે છે. ન સાંભળે તો જાય ક્યાં? ધોકા ખાવા પડે, ખબર છે? Listen Read જેલ-ઑફિસની બારી - 6 426 1k લાગી પડી છેઃ અમારા કાળુડા કારકુન અને જમાલ કેદીની વચ્ચે ઠીક લડાલડી લાગી પડી છે આજ સાંજે. સારું થયું કે મારો દિવસ છેક ખાલી જતો નથી. ને ઑફિસમાં જ્યારે કોઈ જ નથી હોતું ત્યારે મને એકલાં એકલાં બહુ બીક ...Read Moreછે. હું ભલામણ ખૂની-ડાકુઓનાં આંસુ નિચોવનારી બુઢ્ઢી, પણ એકાન્તથી તો થરથરી ઊઠું છું. એટલે સારું થયું કે આજ સાંજવેળાની મારી આ સૂમસામ દશા તૂટી અને અમારા કાળા કારકુન તથા જમાલ કેદી વચ્ચે જામી પડી. Listen Read જેલ-ઑફિસની બારી - 7 352 691 તમે શા સારુ પેલા જન્મટીપવાળા કેદી દલબહાદુરને એની મા સાથેની મુલાકાત મારી આડશે ન રખાવતાં ખાસ રવિવારે તમારી ઑફિસમાં કરાવી? એ મા-દીકરાને તમે પડખોપડખ શીદ બેસવા દીધાં! શું દલબહાદુર તમને સુંદર વણાટશાળા ચલાવી આપે છે અને જાજમ-જલેસાની અજબ કારીગરી ...Read Moreકરી શક્યો છે તેથી? એની ડોશી ત્રણ-ત્રણ માસે છેક પંજાબથી ન આવી શકે અને આખું વરસ થોડી બચત કરીને છેક બાર મહિને બેટાને મળવા જેટલું રેલભાડું જોગવી શકે છે તેથી? દીકરો વીસ વર્ષોથી પુરાઈને ધીરે ધીરે વૃદ્ધ બની રહેલ છે એ કારણે? અને બુઢ્ઢી મા બીજી મુલાકાત સુધી જીવશે કે નહિ એવી ધાસ્તીને લીધે શું તમે આવી દયા બતાવો છો? તમારી કરુણાવૃત્તિ પણ કેટલી નફટ છે. જેલરસા'બ! શું કરું? હું તમારા પર દાંત કચકચાવું છું, પણ તમને એ મારાં દાંતિયાં સંભળાતાં નથી. Listen Read જેલ-ઑફિસની બારી - 8 390 755 `સા'બ! ઓ સા'બ! સા'બ, મારો ભૈ ક્યાં? એક દિવસ સાંજરે મારા કાન ઉપર બહારથી આ ધ્વનિ અથડાયાઃ `મારો ભૈ! મારો ભૈ ક્યાં?' મેં જોયું મારી સન્મુખ એ ઊભી હતી. નીંભાડામાં પોતાનું બચ્ચું દટાઈ ગયું હોય અને માંજારી પુકાર કરતી ટળવળતી હોય ...Read Moreરીતે એ મારી સન્મુખ ઊભીને કહેતી હતીઃ `સા'બ, મારો ભૈ! જેલર સા'બ, મારૌ ભૈ ક્યાં?' ગાય જાણે વાછરુ વિના ભાંભરતી હતીઃ `સા'બ મારો ભૈ ક્યાં?' `તેરા ભાઈકા નામ વાલજી રઘુજી હૈ ન?' અમારા મુકાદમ દીનમહમ્મદે ઠંડેગાર અવાજે એને મારી આ બાજુએથી પૂછ્યું. Listen Read જેલ-ઑફિસની બારી - 9 302 667 સાંભળો છો, રાજકેદી ભાઈ? ફડાકા સાંભળો છો? પણ એ તો પોલા ફડાકા બોલે છે હાં કે! માનવ ખોળિયાની કેડય નીચેનાં ભરચક લોહીમાંસવાળાં ઢીંઢાં ઉપર ચરડ ચરડ ખોભળાં ઉતરડી લેનાર એ સાચા, સંગીતમય, કર્ણપ્રિય સોટાના સબોડાટ નથી. એ તો હજુ ...Read Moreમરાઠો મુકાદમ `પ્રેક્ટિસ' કરે છે. એને હજુ તાજેતર જ પીળી પઘડી અને પટ્ટો-ધોકલા મળેલાં છે. એને હજુ ઊંચે ચડવાનો ઉમંગ છે. એટલે એ તો શીખી રહેલ નવી વિદ્યા. એ તો `પ્રેક્ટિસ' કરે છે લૂગડાના ગાભાના બનાવેલા મોટા ઢીંગલા ઉપર સોટા મારવાની. Listen Read જેલ-ઑફિસની બારી - 10 268 658 સલામ, દાક્તરસાહેબ! હું જેલ-ઑફિસની બારી તમને સલામ કરું છું. તમારાં તો વારણાં લેવાને મને કોડ થાય છે. કોઈ મારા હાથ છૂટા કરે તો હું ખાતરીથી કહું છું કે તમારાં વારણાં લીધ્યે મારા આ સાંધાસૂંધા વગરની લોખંડી આંગળીઓમાં પણ ટચાકા ...Read Moreકંઈ ઓછાં કષ્ટો ઉઠાવો છો, દાદા! બીજાઓ સમજતા હશે કે તમારું ગળું ગલોફામાં પાનપટ્ટી હોવાથી ફુલાય છે. પણ સાચું કારણ તો એક હું જ જાણું છું. તમને તો ત્રાડો પાડી પાડીને કંઠે સોજો આવ્યો છે, અને એ ત્રાડ પણ કંઈ જેવી તેવી? Listen Read જેલ-ઑફિસની બારી - 11 268 533 હાં, હાં, આ તો કેદી નં. ૪૦૪૦નો સાહેબની સન્મુખ આજે ખટલો થયો છે. નં. ૪૦૪૦ શું આટલી બધી ખુમારીથી `ઔર કુછ?' `ઔર કુછ?' કહેતો સજાઓ માગતો ગયો? ને છતાં સાહેબની તપતી જતી ત્રાડોની સામે એ કેદીએ શું આટલી બધી ...Read Moreધરી રાખી? `ઔર કુછ'ના એના સ્વરોએ આખર સુધી પોતાનું સપ્તક બદલ્યું જ નહિ! સાહેબની આંખનાં ચશ્માંની આરપાર પણ જ્યારે ભડકા ઊઠયા હતા ત્યારેય નં. ૪૦૪૦ની ભારેલી ભઠ્ઠી અદીઠી અને એવી ને એવી સાબૂરીથી જલતી રહી! Listen Read જેલ-ઑફિસની બારી - 12 295 623 બેભાન ખોળિયા ઉપર ફટકાનાં પ્રહારઃ આપણા કારાગારની કેવી અનિર્વચનીય અને અજોડ એ શિક્ષા છે! તમારો મત ગમે તે હો, ભાઈ નં. ૪૦૪૦, પણ ફાંસીની સજામાં એ નવીનતા તો નથી જ. આની તો ખૂબી જ ન્યારી છે. આનું તો દૃશ્ય ...Read Moreરોમન સંસ્કૃતિના જાહોજલાલી કાળના પેલા ગુલામોના તમાશાને ય ઝાંખપમાં નાખે તેવું છે. Listen Read જેલ-ઑફિસની બારી - 13 233 465 નં. ૪૦૪૦ જ્યારે અહીં ઑફિસમાં આવે છે ત્યારે હું ખુશખુશાલ બની રહું છું. એ તો મહારાજા બન્યો છે, મહારાજા. એને ડર ગયો છે. કેદીઓને થરથરાવી ઢીલા પાડી નાખનારી તમામ સજાઓનો સ્વાદ એોણે કરી દીધો છે. સજારૂપી તમામ તરવારોની ધારને ...Read Moreબૂઠી બનાવી નાખી છે. એક પછી એક સજાને હસતે મોંએ વધાવીને `ઔર કુછ?' કહી નવનવા સરપાવ માગતા જતા એ કેદીએ જેલની સત્તાને છોટી કરી બતાવી. તમામ સજા એક પછી એક અથવા તો સામટી, જેમ ફરમાયેશ થઈ તેમ તેણે ભોગવી બતાવી. નં. ૪૦૪૦ મરણિયો બન્યો એટલે તો ઊલટું એનામાં પડેલું ગુપ્ત દૈવત પોલાદ જેવું અભેદ્ય બન્યું. Listen Read જેલ-ઑફિસની બારી - 14 748 556 ત્રિવેણી ડોશી આવીને દરવાજાની અંદર ઓટલા ઉપર બેઠી છે. વરસાદમાં ભીંજાયેલા પંખીની માફક કાળો સાડલો સંકોડીને શિયાળાને પ્રભાત બેઠી છે. ત્રિવેણી ડોશી આડું અવળું જોતી નથી, હલતી કે ચલતી નથી. આ હું જે રીતે બેઠી છું તેવી જ નિર્જીવ ...Read Moreબેઠી છે. હનુમંતસિંગ દરવાન! તમારા હાથે આજ બે લાખ ને ત્રીસ હજારમી વાર તાળામાં ચાવી ફેરવો, દરવાજાની બારી ઉઘાડો, બહાર મોટરની જેલ-ગાડી ત્રિવેણી ડોશીને શહેરની કોર્ટમાં તેડી જવા સારુ આવી ઊભી છે. Listen Read જેલ-ઑફિસની બારી - 15 261 567 કોક કોક દિવસ અહીં જેલરના ટેબલ ઉપર ચોપડીઓનો ઢગલો જાય છે. એમાં બીજા અનેક દેશોની વાતો લખેલી હોય છે. લખ્યું હોય છે કે ફલાણા દેશમાં તો બાળક એટલે પાપ નહિ, પછી છો એ ગણિકાનું હોય. બાળક દીઠું એટલે તરત ...Read Moreરાજના રખેવાળો ઉપાડી લે, રક્ષા આપે, આયાઓને સુપરત કરે, ઉછેરી ઉછેરીને જુવાન બનાવે, ભણાવેગણાવે કસબકારીગરી શિખાવે, ઇજ્જતદાર શહેરી બનાવે. Listen Read જેલ-ઑફિસની બારી - 16 312 635 ઉપદેશિકા બાઈ કેમ આજે નાકનાં ફોરણાં ચડાવીને બેઠાં છે? ઓરતોની બુરાકમાં આજ શું ઉદ્ધાર કશી અંતરાય પડી? દર રવિવારે તો ત્યાંથી પૂરા દમામમાં બહાર આવતાં હતાં. ને આજ કેમ સંસાર પરથી મન ખાટું થઈ ગયું છે? Listen Read જેલ-ઑફિસની બારી - 17 251 492 તું આ બધા ઉદ્ગારો સાચા માનતો નથી, ખરું ને, ભાઈ હરખા? મારું કહેલું કટાક્ષયુક્ત સમજીને તું ચાલ્યો જાય છે. મને બુઢ્ઢીને તો જુવાનોની ઠેકડી કરવાની ટેવ પડી ગઈ છે. મારો પરિહાસ બહુ કાતિલ થઈ પડે છે, ખરું? પેલા બુઢ્ઢા ...Read Moreસાહેબો પણ મારા પર ચિડાઈ ગયા. Listen Read જેલ-ઑફિસની બારી - 18 261 505 દયાળજી બાપડો જુવાન વાણિયો હતો. પણ એ ચડી ગયેલો પરાક્રમને પંથે. બીજાં નાનાં નાનાં પરાક્રમોની તો ખબર નથી પડી, પણ મોટાં પરાક્રમો એણે બે કર્યું એક તો કોઈ માશૂક સાથે પ્યારમાં પડીને એના ઉપર પોતાની કમાણી ન્યોછાવર કરવાનું ...Read Moreબીજું એ જ માશૂકને `રંડી' કહી એની હત્યા કરવાનું. પોતાની તરફ બેવફાઈ કરનાર `રંડી' – ને જાનથી માર્યાનો કેટલો ગર્વ દયાળજી લેતો હતો તે હું એની મુલાકાતો વખતે જોઈ શકતી. નીચલી કોર્ટમાં એનું કામ ચાલતું તે દિવસોમાં એની મા એની મળવા આવતી ચાર-આઠ દહાડે મા દયાળજીનાં અસ્તરીબંધ કપડાં દેવા અને જૂની જોડ લઈ જવા આવતી ત્યારે હું જોતી કે માના શરીર ઉપરનો સાડલો તો એ-નો એ અણબદલ્યો અને આઠ-દસ થીંગડાંવાળો જ હોય, બચાડી મારા જેવી જ ડોકરી અને ડાકણરૂપ. કેમ કે રાંડીરાંડ! ઉપરની જ ભયાનક અંદરથી તો એ પણ મારા જેવી જ કાચી છાતીની. Listen Read જેલ-ઑફિસની બારી - 19 337 699 તમને લાગી આવતું હશે કે આ ડાકણને તો મૃત્યુની પણ અદબ નથી. નિરાધાર મરનારની ઠેકડી કરનાર આ જેલ-ઑફિસની બારી તમને જમ કરતાં પણ અધિક ઘાતકી લાગતી હશે. પણ મને મારી એવી હલકી આબરૂ જ ગમે છે. હું જેવી છું ...Read Moreમને ઓળખી લો, તો તો મારી છાતી પરનો ઘણો બોજો હળવો થઈ જાય. પણ તમે બધા એટલા બધા ભોળા છો કે પેલા હંમેશાં ફાંસી દેવાનો ધંધો કરનાર અમારા કસાઈ કેદી અભરામના ખભા પર એક પાળેલું બિલ્લીનું બચ્ચું રમે છે તે દેખી તમે એ અભરામના હૈયામાં વહાલપ સંઘરાયેલી કલ્પો છો! બીજી તરફ અમારા જેલર અને સુપરિન્ટેન્ડેન્ટ હરેક ફાંસી પતાવી લીધા પછી ઘેર જઈને નિરાંતે ભોજન કરે છે એથી તમે એને રાક્ષસો કહીને છેડાઈ પડો છો. Listen Read જેલ-ઑફિસની બારી - 20 297 520 તે દિવસની સંધ્યાએ તું થરથરી ઊઠેલો, ખરું? ફાંસીની તુરંગમાંથી પેલા મોટી ફાંદવાળા જુવાન ભીલને લાવવામાં આવ્યો અને જેલરે એને ત્રાડી મારી કહ્યું કે `તુમકો કલ ફજરમેં ફાંસી મિલેગા, તુમારે વાસ્તે હુકમ આ ગયા હૈ. તુમકો કુછ કહેના હૈ?' ફાંદવાળો ભીલ ...Read Moreને તેવો ઊભો રહ્યો. `તુમ સુના? કાન હે તો? કલ સબેરે તુમકો ગલેમેં રસી ડાલ કે ફાંસી દેનેવાલી હૈ' ભીલની સમાધિ તોયે ન છૂટી. પછી જેલરી હસીને સંભળાવ્યું Listen Read જેલ-ઑફિસની બારી - 21 266 534 ફાંદાવા ભીલની પોચી પોચી ફાંદમાં અમારા જેલરે લહેરથી પોતાની આંગળી બેસાડી. પછી તો અમારો બાંઠિયો બામણ કારકુન પણ એ ફાંદની જોડે વહાલ કરવા લાગ્યો. પછી નાના-મોટા સહુએ આ સ્પર્શ-સખનો લહાવો લીધો. મને પણ ઘણું ય મન થયું કે હું ...Read Moreસળિયા લંબાવીને ફાંદાળા ભીલના પેટની સુંવાળી ચરબી જરી ચાખું, પણ મરજો રે મરજો પેલા સુથાર ને પેલા કડિયા, જેણે એંશી વર્ષો અગાઉ મારાં અંગોને પથ્થરોની ભીંસમાં જડી લીધાં છે. Listen Read જેલ-ઑફિસની બારી - 22 328 640 `ત્યારે તો, સા'બ, સવારે એનું મડદું...' `હાં હાં બુઢ્ઢી, કલ ફજરમેં તુમારા બેટાકી લાશ લેનેકો આના.' `સવારે કેટલા બજે, સા'બ?' `નવ બજે – હાં, બસ, દેખો ને, સાડે સાત બજે ફાંસી દે દેંગે, આઘા ઘંટા લટકને દેંગે, પીછે જલદી સા'બ લોગ ઉસકો ...Read Moreલેંગે, પીછે નવ બજે બરાબર લાશ દરવાજા પર આ જાયગી.' `ત્યારે તો, સા'બ, ખાટલો નવ બજે લાવું ને? માથે કાંઈ ઓઢાડવાનું લાવું?' `હાં, લાના.' Listen Read જેલ-ઑફિસની બારી - 23 480 1.1k `તા. ૧૦.૫.'૨૨: `મને કેદ પકડાયાં આજ ત્રણ દિવસ થયા. મારી સજામાંથી આમ ૧ ૬૦ જેટલી તો હું ભોગવી ચૂક્યો, હવે તો ફક્ત ૫૯ ૬૦ જેટલી જ મુદત બાકી રહી. એ પણ ચાલી જશે ભારે પગલે પંથ કાપતા થાકેલા કોઈ ગાડાના ...Read Moreજેવા કંગાલ આ ઉનાળાના દિવસો એકાદ માસમાં તો અદૃશ્ય બની જશે, ચોમાસાના પૂરપાર વહેતા ને તોફાને થનગનતા અશ્વો સમા વર્ષાના દા'ડા આવશે. ત્યારે તો પછી દિવસમાં ચાર વાર સાડી-પોલકાં બદલતી નવવધૂ-શી આ નખરાળી કુદરત આજની ગ્લાનિને ઉડાડી મૂકશે એવી ઉમેદ રાખીને હું વૈશાખના સળગતા બપોર વિતાવું છું.' Listen Read જેલ-ઑફિસની બારી - 24 (34) 1.1k 4.6k જેમલો રાજકેદી ભાઈ પાસે પોતાનું ત્રૈમાસિક પત્તું લખાવવા બેઠો છે. પણ શું લખાવે? સૂઝતું નથી. લખાવે છેઃ `ચોમાસું માથે આવે છે. એકઢાળિયાનાં નળિયાં ચળાવી લેજો, નીકર પાડી ને વોડકી (વાછડી) પલળશે. નળિયાં ધરમશી કુંભારનાં લેજો બીજાના લેશો નહિ. ભૂલશો ...Read Moreએકઢાળિયું ચળાવજો. આ બાબત ભૂલશો નહિ. ધરમશી ધીરવાની ના પાડે તો આપણા ખાવાના દાણામાંથી આલજો. પણ જરૂર એકઢાળિયું – ' Listen Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Zaverchand Meghani Follow