મીઠો આઘાત

(53)
  • 2.7k
  • 3
  • 485

આ એક વાર્તાકારની વાર્તા છે. સામાન્ય વાર્તાકાર સામયિકોમાં પોતાની પોતાની વાર્તાઓ છપાવીને બહુ જ ઓછું વળતર મેળવે છે. જયારે ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા લેખકો પ્રમાણમાં સારું વળતર મેળવી શકે છે. પરંતુ સાહિત્ય સાથે નિસ્બત ધરાવતા લેખકો ફિલ્મના માધ્ય્મથી દૂર રહે છે. એમની ઇચ્છા હોત તો પણ આત્મવિશ્વાસના અભાવના કારણે એમને ડર લાગતો હોય છે. સુધાકર આવો એક લેખક છે. એક વખત સુધાકરે ન ધાર્યું હોય એવું બન્યું. સુધાકરના આનંદનો પાર નહોતો. આવું બની શકે એવું એણે કદી વિચાર્યું પણ નહોતું. એક અજાણ્યો માણસ એનું ઘર શોધતાં શોધતાં આવી પહોંચ્યો હતો. ‘તમે જ સુધાકર કે ’ આવનાર માણસે પૂછ્યું હતું. ‘હા.’ સુધાકરે જવાબ આપ્યો હતો. ‘તમે વાર્તાઓ લખો છોને ’ ‘હા, ક્યારેક ક્યારેક.’ ‘મારું એક કામ કરશો ’ ‘બોલો.’ ‘હું તમને વાર્તાનો એક પ્લોટ આપું તો એના પરથી તમે એક સારી વાર્તા લખી આપશો ’ ‘હું તો ભાઈ, મારા જ વિચારો પ્રમાણે મને જેવું આવડે એવું લખું છું. બીજાના વિચારોને ન્યાય આપવાનું મને ન ફાવે.’ ...પછી શું બન્યું એ જાણવા માટે આ વાર્તા વાંચોજી.