અદાલતનો તિરસ્કાર

(12.3k)
  • 3.2k
  • 4
  • 768

કોર્ટની રિસેસ દરમિયાન ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટના મેજિસ્ટ્રેટની ચેમ્બરમાં પરચુરણ કામોના નિકાલ માટે હેડક્લાર્ક જેમ જેમ ક્રમસર નામો બોલતા જાય છે, તેમ તેમ ચેમ્બરના દરવાજા પાસે ઊભેલો પટાવાળો મોટા અવાજે એ જ નામોનો પોકાર કરતો જાય છે. ચેમ્બર બહારના પેસેજમાં ઊભેલા વકીલો, આરોપીઓ, ફરિયાદીઓ અને સાક્ષીઓ પોતપોતાનાં નામો પ્રમાણે વારાફરતી સહેજ ઝૂકીને, સલામ ભરીને કે બંને હાથ વડે વંદન કરતાં અંદર દાખલ થાય છે. મેજિસ્ટ્રેટ પોતાની ખુરશીને પાછલા બે પાયા ઉપર ટેકવીને તેને આગળપાછળ હડસેલતા જતા, પોતાની ગરદન પાછળ હથેળીઓનાં આંગળાં સામસામાં ભીડાવીને પોતાના માથાને ઉપર નીચે હલાવ્યે રાખતા સિગારેટના કસ ઉપર કસ ખેંચ્યે જાય છે. છેલ્લા બેએક માસથી કોઈક મોટા શહેરમાંથી બદલી પામીને રાજ્યના પછાત જિલ્લાના મુખ્ય એવા કસબા જેવા નાનકડા આ શહેરમાં આવેલા એ જજ મહાશયનું નામ છે, નિતનવલરાય. ચાલુ કોર્ટે પોતાની ખુરશીમાં ધીરગંભીર મુદ્રા ધારણ કરીને કેસ ચલાવતા એ ન્યાયાધીશ ચેમ્બરમાં બેઠેલા આ ન્યાયાધીશ પોતે જ હશે તેમ માન્યામાં આવે નહિ. તેમની ચેમ્બરમાં એકલા હોવાની સ્થિતિમાં જ …