માનસિક તકલીફ!

(19.8k)
  • 3.1k
  • 3
  • 775

આ વાર્તા વિષે... શ્રીમતી મોરઝરિયાને એમના પતિનું વર્તન વિચિત્ર લાગે છે. એમને એમના પતિને માનસિક તકલીફ હોવાનું લાગે છે. તેઓ એક માનસિક ડોક્ટર પાસે પૂછપરછના હેતુથી જાય છે. આખી વાર્તા ડોક્ટર અને શ્રીમતી મોરઝરિયા વચ્ચેના સંવાદ રૂપે છે. કેવા છે એ સંવાદો... ‘ડોક્ટર સાહેબ, હું મારા પતિને તમારી પાસે લાવીશ. એમને માનસિક તકલીફ છે.’ ‘તમે ડોક્ટર છો ’ ‘ના.’ ‘તો તમને કેવીક રીતે ખબર પડી કે એમને માનસિક તકલીફ છે.’ ‘એ એવું વર્તન કરે છે.’ ‘કેવું વર્તન કરે છે ’ ‘વિચિત્ર વર્તન કરે છે.’ ‘વિચિત્ર એટલે કેવું જરા મને કહેશો ’ ‘એ પોતાની જાતને મહાન સમજે છે અને બીજા લોકોને મૂર્ખા સમજે છે.’ ‘એ વિચિત્ર વર્તન કહેવાય એને માનસિક તકલીફ કહેવાય ’ ‘પણ મારા પતિ ખરેખર મહાન નથી, તોય પોતાની જાતને મહાન સમજે છે.’ ‘સમજવા દોને. ભલે સમજે. તમને એમાં શો વાંધો છે ‘પણ એ બીજા લોકોને મૂર્ખા સમજીને ઉતારી પાડે છે એ ખોટુંને ’ ... આગળની જાણકારી માટે વાર્તા વાંચવી જરૂરી છે. વાંચો. -યશવંત ઠક્કર