એ બને ખરું, ભઈલા

(13)
  • 2.5k
  • 6
  • 471

પ્રાકૃતિક અને ધાર્મિક વાતાવરણના સંગમસમા એવા બાળારામ મહાદેવના મંદિર પાસેના ગીચ જંગલમાં નજીકના પાલનપુર શહેરનાં કોલેજિયન યુવામિત્રોની આ મિજબાની છે. શુદ્ધ બ્રાહ્મણિયા રસોઈમાં મીઠી વાનગીમાં દૂધપાક છે અને સાથે પૂરીઓ પણ છે. પંગતમાં જમવા બેઠેલાં સૌ કોઈને ગરમાગરમ પૂરીઓ મળી રહે, તે માટે મહારાજ પૂરીઓ તળતા જાય છે અને તેમનો સહાયક પૂરીઓ પીરસતો જાય છે. સહાયકની દોડાદોડીમાં એક પૂરી નીચે પડી જાય છે અને તેની ચીલઝડપ કરવા ચકોર એવો એક કાગડો અચાનક ત્યાં આવી ચઢે છે. એ કાગડો પોતાની ચાંચમાં પૂરી સાથે નજીકના એક ઝાડની ડાળી ઉપર જઈ બેસે છે. તે પૂરીને આરોગવાની શરૂઆત કરે તે પહેલાં તો ઝાડ નીચે એક કૂતરો આવી પહોંચે છે. કાગડો પૂરીને પોતાના પગો વચ્ચે દબાવી દઈને પેલા કૂતરાને પૂછે છે, ‘કેમ ભાઈ, પુનર્જન્મમાં કૂતરા થવું પડ્યું કે શું અગાઉના કોઈક જન્મમાં તો શિયાળ હતા, કેમ ખરું કે નહિ ’ કૂતરો જવાબ વાળે છે, ‘કાગભાઈ, તમે તો ત્રિકાળજ્ઞાની લાગો છો ! તો તો …