રેડલાઇટ બંગલો ૧૯

(474)
  • 15.4k
  • 12
  • 9.5k

અર્પિતાને સાથે એમ કહેવાનું મન થઇ ગયું કે અસલમાં તો તેના શરીરના વધુ રુપિયા ઉપજાવવા તેના પર કોલેજક્વીન નો ટેગ લગાવવા રાજીબહેન આ બધો ખર્ચ કરી રહ્યા છે. પણ તે બોલી નહીં. હા..લી, તારી તૈયારી કેવી ચાલે છે આ વખતે તારા શિર પર જ કોલેજક્વીનનો તાજ મુકાવો જોઇએ. ગયા વર્ષે મને સો ટકા મત મળ્યા હતા. આ વર્ષે તને તો એક્સો દસ ટકા મત મળશે! કહી રચના તેના ફિગર માટે ફાઇન નો ઇશારો કરી ચીડવવા લાગી. રચનાએ ઉત્સાહમાં મસ્તીથી તેના ઉભાર પર હળવી ચૂંટણી પણ ખણી લીધી. જો પાછી! અહીંને અહીં જ હાથ મારે છે! એનો શેપ બગાડી નાખવાની છે તું! અર્પિતા ફરી ચિડાઇ. એમ શેપ ના બગડે! કેટલાય લોકો આને મસળી ગયા છે, પણ છે કોઇ ફરક ! રચનાએ તેને બિંદાસ જવાબ આપ્યો એટલે અર્પિતા વધારે દલીલ કરી શકે એમ ન હતી. . પણ એ તો બતાવ કે આ દસ ટકા વધારાના ક્યાંથી આવ્યા અર્પિતાએ આશ્ચર્યથી પૂછ્યું. આપણા પ્રિંસિપલ રવિકુમાર તને વધારાના દસ માર્ક્સ આપશે ને ! રચનાની વાતથી અર્પિતા ચમકી ગઇ.