બાતમીદાર

(43)
  • 2.5k
  • 3
  • 563

ન્યુયોર્ક યુનોના વડામથકના પબ્લીક કોન્કોર્સની કોફી શોપના સેલ્ફ સર્વિસના કાઉન્ટર તરફ રાહુલ જઈ રહ્યો હતો અને એકદમ તેણે કોફી પીવાનો વિચાર માંડી વાળ્યો, કેમ કે અડધાએક કલાક પછી રિસેસમાં સુનિધિને કોફીની કંપની આપવી પડે તેમ હતી જ. તેના માટે આ અડધો કલાક પસાર કરવો કઠિન હતો, પરંતુ સુનિધિને મળ્યા વગર ચાલે તેમ પણ ન હતું. સમય પસાર કરવા તે જમણી બાજુના ગિફ્ટ સેન્ટરમાં દાખલ થયો, જ્યાં એક વિભાગમાં દુનિયાભરની અનન્ય હસ્તકૌશલ્યની ચીજવસ્તુઓ શો-કેસમાં ગોઠવાએલી પડી હતી. તેને એ બધામાં જરાય રસ ન હતો. કાઉન્ટર ઉપરની મોંગોલિયન ચહેરો ધરાવતી સેલ્સ ગર્લને પણ ટેલિપથી થઈ હોય તેમ તેણે તેને માત્ર હળવું સ્મિત આપીને તેને એટેન્ડ કરવાના બદલે તેના મુડ ઉપરતેને છોડી દીધો હતો. ‘હાય, રાહુલ! મારા માટે કોઈ ગિફ્ટ ખરીદે છે કે શું!’ સુનિધિને પણ ટેલિપથી થઈ હોય તેમ રિસેસ પડવાના પાએક કલાક પહેલાં સીધી જ ગિફ્ટ સેન્ટરમાં આવી ગઈ હતી. માનવ અધિકાર વિભાગમાં સેવા બજાવતી સુનિધિ તેના બોસની રજા લઈને …