ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 19

(20)
  • 3.8k
  • 3
  • 797

બીજા દિવસે બાર્બીકેનને શંકા હતી કે માઈકલ આરડનને વિવેકભાન વગરના સવાલો પણ પૂછાઈ શકાય છે અને આથી તેમની એવી ઈચ્છા હતી કે પ્રેક્ષકોની સંખ્યા બને તેટલી ઓછી કરવામાં આવે અને આ માટે તેઓ પ્રેક્ષકોમાંથી પોતાના સાથીદારોની પણ છટણી કરવા માંગતા હતા. એમની ઈચ્છા તો એવી હતી કે તેઓ તેમના સાથીદારોને નાયગ્રા ધોધની મુલાકાતે મોકલી આપે, પરંતુ તેઓ મજબૂર હતા અને આથી છેવટે તેમણે આ વિચાર પડતો મૂક્યો અને પોતાના નવા મિત્રને જાહેરસભા કરવાની છૂટ આપી. આ રાક્ષસી કદની મીટીંગ માટે શહેરના છેવાડે આવેલા વિશાળ મેદાનની પસંદગી કરવામાં આવી.